Gujarati News

Gujarati News

News of Saturday, 16th May 2020

આતંકવાદ વિરૂદ્ધ જંગમાં મોટી સફળતા : મ્યાનમારે 22 આતંકવાદીઓને સોંપ્યા

આતંકવાદીઓને વિશેષ વિમાનથી પહેલા ઇમ્ફાલ લવાયા

 

નવી દિલ્હી : કોરોના સંકટ વચ્ચે આતંકવાદ વિરૂદ્ધ ચાલી રહેલા જંગમાં ભારતને મોટી સફળતા મળી છે. મ્યાનમારે  22 આતંકવાદીઓને ભારતને સોંપ્યા છે.

સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર, સમગ્ર ઓપરેશનનું સમન્વય સંકલન બાહ્ય ગુપ્તચર એજન્સી અને મ્યાનમાર સરકાર દ્વાર કરવામાં આવ્યું હતું.

સૂત્રોએ જણાવ્યું કે આતંકવાદીઓને એક વિશેષ વિમાન દ્વારા ભારત લાવવામાં આવ્યા. આતંકવાદીઓના જૂથને પહેલા મણિપુરમાં રાજધાની ઇમ્ફાલમાં સ્થાનિક અધિકારીઓને સોંપવામાં આવ્યા અને બાદમાં આસામમાં ગુવાહાટીમાં લઇ જવાયા હતા 

એવું માનવામાં આવી રહ્યું છે કે મ્યાનમારમાં સક્રિય આતંકવાદીઓને ભારત સોંપવાથી પૂર્વોત્તર રાજ્યોમાં આતંકવાદી ગતિવિધિઓ પર લગામ લગાવવામાં મદદ મળશે.

સૂત્રોનું કહેવું છે કે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) અજિત ડોભાલે બાહ્ય ગુપ્તચર એજન્સી અને મ્યાનમારના અધિકારીઓ વચ્ચે સમન્વયમાં મહત્વની ભૂમિકા નિભાવી.

(12:23 am IST)