Gujarati News

Gujarati News

News of Thursday, 16th May 2019

આ વખતે નવી સરકાર બનશેઃ દેશનો મૂડ પોઝીટીવઃ રાહુલ

લુધિયાણામાં કોંગ્રેસ અધ્યક્ષે ટ્રેકટર ચલાવ્યું: રેલી સંબોધીઃ જીએસટી અને નોટબંધીથી દેશની હાલત ખરાબ : ખેડૂતો માટે અલગ બજેટ બનશે અને કાયદો બદલાવશું

 નવી દિલ્હી : કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પંજાબના લુધિયાનામાં રેલીને સંબોધિત કરતા પહેલા ટ્રેકટર ચલાવ્યું હતું. આ દરમિયાન તેમની સાથે પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિન્દર સિંહ અને પંજાબ કોંગ્રેસના ઇન્ચાર્જ આશા કુમારી પણ હતા.

 રાહુલ ગાંધીએ કહ્યું હતું કે લોકસભા ચૂંટણી સારી રીતે ચાલી રહી છે અને આ વખતે કોંગ્રેસ જીતશે

રાહુલ ગાંધીએ કહ્યું હતું કે સીટ કેટલી આવશે તે ઉપર હું વાત કરીશ નહીં. જોકે આ વખતે નવી સરકાર બનશે. દેશનો મૂડ પોઝિટિવ છે.

    રાહુલે કહ્યું હતું કે જીએસટી, નોટબંધી, ખેડૂતોની સ્થિતિથી દેશ ખરાબ થયો છે. સ્વામિનાથન રિપોર્ટ લાગુ કરવાના સવાલ પર કહ્યું હતું કે આ વિશે ખેડૂતો સાથે વાત કરશે. સ્વામિનાથન રિપોર્ટને સ્ટડી કરશે. ખેડૂતો માટે અલગ બજેટ બનશે અને કાયદા બદલીશું.

(11:28 am IST)
  • અમિતભાઇ શાહે કોલકતા બહારથી ગુંડા બોલાવ્યા તેનો અહેવાલ, રાષ્ટ્રીય ચેનલો નહિં દેખાડે કારણ કે તેઓ દલાલ છેઃ મમતા બેનરજી access_time 3:49 pm IST

  • જેટ એરવેઝને ૩૧ માર્ચ ૨૦૧૯ના પુરા થતા કવાટર્સ માટેની જરૂરી કાર્યવાહી પૂર્ણ કરવામાં નિષ્ફળ જતા જેટ એરવેઝને એનએસઇએ ૪.૧૫ લાખ રૂ.નો દંડ કર્યો છે access_time 4:26 pm IST

  • જેટ એરવેઝ ખરીદી લેવા હિન્દુની ગ્રુપ આતરઃ જેટના પાર્ટનર નરેશ ગોયલની મંજુરી માંગી access_time 4:27 pm IST