Gujarati News

Gujarati News

News of Tuesday, 16th April 2019

કોંગ્રેસ નેતા શકીલ અહમદે પાર્ટી પ્રવકતા પદેથી રાજીનામું આપ્યું

બિહારની મધુબનીથી અપક્ષ ઉમેદવારના રૂપમાં લોકસભાની ચૂંટણી લડશે

નવીદિલ્હી,તા.૧૬: કોંગ્રેસ નેતા શકીલ અહમદે પાર્ટીના પ્રવકતા પદેથી રાજીનામુ આપી દીધુ છે શકીલ અહમદ બિહારની મધુબનીથી અપક્ષ ઉમેદવારના રૂપમાં લોકસભા ચુંટણી લડશે.શકીલ અહમદે ટ્વીટ કરી આ વાત કહી છે.

શકીલ અહમદે  ટ્વીટ કર્યું મેં ગઇકાલે બિહારની મધુબની સંસદીય બેઠકથી ઉમેદવારીપત્રક ભરવાનો નિર્ણય કર્યો છે હું કોંગ્રેસના વરિષ્ઠ પ્રવકતા પદેથી રાજીનામુ આપી રહ્યો છે.હું મારૂ રાજીનામુ પાર્ટી અધ્યક્ષ રાહુલ ગાંધીને મોકલી રહ્યો છું શકીલ અહમદનું આ પગલુ બિહારમાં મહાગઠબંધનની મુશ્કેલી વધારનાર છે મધુબની બેઠકની બેઠકોની ફાળવણી હેઠળ વિકાસશીલ ઇસાન પાર્ટી (વીઆઇપી)ને મળી છે.

આ પહેલા રાજદની ટિકિટ નહીં મળવાથી નારાજ પૂર્વ કેન્દ્રીય મંત્રી મોહમ્મદ અલી અશરફ ફાતમી  મધુબની  લોકસભા બેઠકથી મહાગઠબંધનના ઉમેદવારની વિરૂધ્ધ અપક્ષ તરીકે ઉમેદવારી કરવાની જાહેરાત કરી ચુકયા છે. આ પહેલા શકીલ અહમદે કહ્યું હતું કે મેં પાર્ટી (કોંગ્રેસ)ના પ્રતિક માટે વિનંતી કરી છે મારે રાહુલજી સાથે સંવાદ થયો છે કોંગ્રેસના પ્રભારી શક્તિસિંહ ગોહિલ સાથે  મારે વાતચીત પણ થઇ છે.

તેમણે કહ્યું કે મેં વિનંતી કરી છે કે જે રીતે ચતરામાં અમારા ઉમેદવારની વિરૂધ્ધ રાજદે દોસ્તાના મુકાબલાના રૂપમાં પોતાનો ઉમેદવાર ઉભો રાખ્યો છે તે રીતે મધુબનીમાં મને પાર્ટીનું પ્રતિક આપી દોસ્તાના મુકાબલામાં ઉતરવાની મંજુરી આપવામાં આવે   કોંગ્રેસના વરિષ્ઠ નેતાએ કહ્યું કે બીજુ સુપૌલનું પણ ઉદાહરણ છે જયા ંકોંગ્રેસના ઉમેદવારની વિરૂધ્ધ રંજીત રંજનની વિરૂધ્ધ રાજદે એક અપક્ષને સમર્થન કર્યુ ંછે આવી રીતે મને અપક્ષના રૂપમાં કોંગ્રેસ સમર્થન આપી શકે છે.

એ યાદ રહે કે વીઆઇપીએ મધુબની બેઠક પરથી બદ્રી પુર્બેને પોતાના ઉમેદવાર બનાવ્યા છે તેમનો મુકાબલો ભાજપના વરિષ્ઠ સાંસદ હુકુમદેવ નારાયણ યાદવના પુત્ર અશોક યાદવથી છે. અહમદ ૧૯૯૮ અને ૨૦૦૪માં મધુબની બેઠકથી લોકસભાના સભ્ય રહ્યાં હતાં.તેઓ ૧૯૮૫,૧૯૯૦ અને ૨૦૦૦માં ધારાસભ્ય  ચુંટાઇ આવ્યા હતાં શકીલ રાબડીદેવીના નેતૃત્વવાળી બિહાર સરકારમાં આરોગ્ય મંત્રીના રૂપમાં કાર્ય કર્યું હતું. જયારે ૨૦૦૪મા ંકેન્દ્રમાં સત્તારૂઢ રહેલ મનમોહનસિંહની સરકારમાં સંચાર આઇટી અને ગૃહ મંત્રાલયમાં રાજયમંત્રી રહ્યાં હતાં.

(4:16 pm IST)