Gujarati News

Gujarati News

News of Tuesday, 16th April 2019

ભાજપ અને સંઘની વિચારધારા આ દેશ માટે જોખમી : અમે તમને પ્રેમથી ખોટા સાબિત કરીશું :રાહુલ ગાંધી

આ વખતે હું દક્ષિણ રાજ્યને સંદેશ આપવા માટે વાયાનાડથી ચૂંટણી લડી રહ્યો છું

કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ દક્ષિણ ભારતને કબજે કરવા માટે મંગળવારે કેરળના કોલમમ ખાતે ચૂંટણી રેલીને સંબોધિત કરી હતી. તેમણે કહ્યું કે હું ઘણી વખત અમેઠીથી લોકસભાની ચૂંટણી લડતો હતો, પરંતુ આ વખતે હું દક્ષિણ રાજ્યને સંદેશ આપવા માટે વાયાનાડથી ચૂંટણી લડી રહ્યો છું

  . તેમણે કહ્યું કે બીજેપી અને આરએસએસની વિચારધારા આ દેશને જોખમમાં મૂકે એવી છે, પરંતુ અમે ઇચ્છીએ છીએ કે દેશમાં લોકોનું જ રાજ રહે.

  રાહુલ ગાંધીએ કહ્યું કે વડા પ્રધાન નરેન્દ્ર ભાઈ મોદી દેશમાંથી કોંગ્રેસની વિચારધારાને સમાપ્ત કરવા માંગે છે, પરંતુ અમે એવું જરાય થવા નહીં દઈએ. અમે ચૂંટણીમાં વડા પ્રધાન મોદીને પછાડીશું, પરંતુ તેમની સામે ખોટી ભાષાનો ઉપયોગ નહીં કરીશું. અમે તમને પ્રેમથી ખોટા સાબિત કરીને બતાવશું.

(1:06 pm IST)
  • વડાપ્રધાન મોદી 23 એપ્રિલના રોજ પોતાનો મત, રાણીપ - અમદાવાદ ખાતે નિશાન વિદ્યાલયના પોલિંગ બુથ પર સવારે 7-30 વાગ્યે આપશે જશે તેમ જાણવા મળે છે. access_time 10:57 pm IST

  • રાજકોટમાં સોશ્યલ મીડિયા વોર :લાલચ આપીને ભાજપમાં જોડવા કોશિશ :પાસના કાર્યકરોને લાલચ આપીને ભાજપમાં ખેંચવા પ્રયાસ :મનોજ પનારા અને હેમાંગ પટેલના નામે પોસ્ટ વાયરલ ;જબરી ચકચાર access_time 11:22 pm IST

  • ઇલેક્શન કમિશને તામિલનાડુની વેલ્લોર લોકસભા બેઠકની ચૂંટણી રદ્દ કરી હોવાનું જણાવ્યું છે. access_time 10:55 pm IST