Gujarati News

Gujarati News

News of Tuesday, 16th April 2019

પોસ્ટ વિભાગને કરોડોની ખોટ :બીએસએનએલ અને એર ઇન્ડિયા કરતા નુકશાન વધુ

અન્ય PSUની માફક પોસ્ટ વિભાગમાં પણ ઊંચા પગાર તેમજ ભથ્થાને કારણે ખોટ સહન કરવી પડી

નવી દિલ્હી :ભારતીય પોસ્ટ વિભાગની ખોટમાં સતત વધારો થઇ રહ્યો હોવાનું એક રિપોર્ટમાં જણાવાયું છે  ભારતીય પોસ્ટ વિભાગની વાર્ષિક ખાદ્ય એર ઇન્ડિયા અને BSNLને પાછળ છોડીને 15,000 કરોડ રૂપિયાએ પહોંચી છે. વર્ષ 2018માં બીએસએનએલ અને એર ઇન્ડિયાની ખાદ્ય અનુક્રમને 8000 કરોડ અને 5,340 કરોડ હતી. અન્ય PSUની માફક પોસ્ટ વિભાગમાં પણ ઊંચા પગાર તેમજ ભથ્થાને કારણે ખોટ સહન કરવી પડી રહી છે. પોસ્ટ વિભાગની કુલ આવક માંથી 90% હિસ્સો પગાર – ભથ્થામાં જાય છે.

કમર્ચારીઓનાં ઊંચા પગારને કારણે પોસ્ટ વિભાગ નુકશાન ભોગવી રહ્યું છે. જો કે આ પગાર વધારો કેન્દ્રીય પગારપંચ કરે છે જેને કારણે પોસ્ટ વિભાગ પર ભારણ વધે છે તેમજ ખાદ્યમાં વધારો થાય છે. FY19માં પોસ્ટ વિભાગની 18,000 કરોડની આવક સામે પગાર – ભથ્થા પેટે 16,620 કરોડ રૂપિયા ચુકવાયાં હતા. આ ઉપરાંત નિવૃત કર્મચારીઓને પેંશન પેટે 9782 કરોડ રૂપિયાની ચુકવણી કરવામાં આવી હતી. આમ પોસ્ટ વિભાગે આવક કરતાં પણ વધુ 26,400 કરોડ રૂપિયા પોતાનાં કર્મચારીઓને ચૂકવ્યાં છે.

હકીકતમાં પોસ્ટ વિભાગે વાર્ષિક 19,203 કરોડ રૂપિયાની આવક સામે પગાર – ભથ્થાં પેટે 17,451 કરોડ રૂપિયા તેમજ પેન્શન પેટે 10,271 કરોડ રૂપિયા ચૂકવવાનો અંદાજ મુક્યો હતો. સૂત્રોનાં જણાવ્યાં મુજબ પોસ્ટ વિભાગનું પ્રદર્શન સુધારવા તેમજ આવકમાં વધારો કરવા માટેનાં પ્રયત્નો ઉત્પાદન ખર્ચ અને અને મૂલ્ય નિર્ધારણમાં તાલમેલ ના હોવાને કારણે સફળ થઇ શકતાં નથી.

(12:58 pm IST)