Gujarati News

Gujarati News

News of Tuesday, 16th April 2019

૨૬ એપ્રિલે વારાણસીમાં ૫ લાખની જનમેદની સાથે મોદી ભરશે ઉમેદવારી પત્રક

રંગેચંગે થશે ગંગા પૂજાઃ મીની ઇન્ડિયા બનશે વારાણસીઃ જુલૂસમાં હશે કમળ રથ

વારાણસી, તા.૧૬: વારાણસી લોકસભા સીટથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નામાંકન અને રોડ શોને બીજેપી ઐતિહાસિક બનાવાની તૈયારીમાં લાગી છે. મોદી ૨૬ એપ્રિલે ત્યાંથી તેમનું ઉમેદવાર પત્રક દાખલ કરશે. અનેક રાજયોના મુખ્યમંત્રીઓની ફૌજ ત્યાં મોરચો સાંભળવા આવી રહી છે. બીજેપી શાસિત તમામ રાજયોંના સીએમ ઉપરાંત બિહારના સીએમ નીતીશ કુમારના આવાની પણ અહેવાલ છે. કેટલાક કેન્દ્રીય મંત્રીઓ રાજનાથ સિંહ, સુષ્મા સ્વરાજ, પિયુષ ગોયલના આવાનો પ્રોગ્રામ બની ચુકયો છે. મોદીના જનતા દર્શનને સફળ બનાવા માટે પક્ષ કાડર સંપૂર્ણ શર્મા તૈયારી કરી રહ્યું છે.

૨૦૧૪ની ચૂંટણીની સરખામણીમાં આ વખતે પીએમ મોદીનો રોડ શો અત્યંત મહત્વની રહેશે. મીની ઇન્ડિયાની સાથે બનારસની પહચાન તેમજ સંસ્કૃતિ સાથે જોડાયેલા દરેક રંગ જોવા મળશે. પાંચ લાખની ભીડ એકત્રિત કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. કમલ રથ પર સ્વર મોદી અંદાજે ૧૦ કિમીનું અંતર કાપીને ઉમેદવાર પત્રક ભરવા પહોંચ્યા.

ગયા વખતે સાંસદ પસંદ કરવાના આગળ દિવસે મોદી ગંગા તટ પહોંચ્યા હતા. પરંતુ આ વખતે ઉમેદવાર પત્રક પહેલા ૨૫ એપ્રિલે ગંગાની પૂજા કરશે. અને આરતીમાં સામેલ થશે. ચૂંટણી રથ શહેરના જુના વિસ્તારોથી થઈને ગંગા તટ પર ખતમ થશે. સમગ્ર શહેર લગભગ ભગવો નજરે પડશે. દરેક રાજયોમાંથી મોદી સમર્થક તેમના પારંપરિક વેશભૂષામાં દ્યંટા-દ્યડિયાળથી માંડીને શંખ-ડમરુ વગાડીને જુલુસનો ભાગ બનશે. એક ખુલી ગાડીને પીએમ મોદીના રથના રૂપે ખાસ કરીને કમાલના ફૂલોથી સજાવામાં આવ્યા છે. રસ્તામાં ગુલાબની પાંખડીઓ પથરાશે.

આ શોને ભવ્યાતિભવ્ય બનાવનું બીડું રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતશાહે લીધું છે. બનારસી સંસ્કૃતિ પરંપરાઓ સાથે જોડાયેલા તથા સમાજના વિવિધ ક્ષેત્રમાં પ્રભાવ ધરાવતા લોકોને જોડવાની કવાયત થી પીએમ મોદીના પ્રસ્તાવક બનાવનારની યાદીમાં ડોમ રાજાના વંશજ સાથે જોડાયેલ મશહૂર ચા-પાન, મીઠાઈવાળાના નામ પણ સામેલ છે. પ્રસ્તાવકોના નામ પર મહોર લગાવા માટે યાદી બીજેપી અધ્યક્ષ અમિત શાહને મોકલવાની તૈયારી છે.

(11:36 am IST)