Gujarati News

Gujarati News

News of Monday, 15th April 2019

આંધ્રપ્રદેશમાં ચૂંટણી ચકરાવે ચડી :નેલ્લોર જિલ્લાની સરકારી શાળામાંથી ઢગલાબંધ VVPATની સ્લિપ મળી

જીલ્લાધિકારી તાત્કાલિક સ્કૂલે પહોંચ્યા : RDO કાર્યાલયના અધિકારીએ આ સ્લિપને જમા કરી લીધી

 

અમરાવતી: લોકસભા ચૂંટણી 2019 માટે દેશમાં મતદાનની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. ત્યારે હાલમાં આંધ્રપ્રદેશના નેલ્લોર જીલ્લામાં વીવીપેટની અનેક સ્લિપ એક સરકારી શાળામાંથી મળી આવી છે.

ઘટનાની જાણ ત્યારે થઈ જ્યારે શાળાના વિદ્યાર્થીઓએ સ્લિપ મળ્યા બાદ સ્લિપને પત્રકાર મિત્રએ જીલ્લાધિકારીને સોંપી દીધી હતી. ઘટનાની જાણ થતાં જીલ્લાધિકારી તાત્કાલિક ધોરણે સ્કૂલમાં પહોંચી ગયા હતા. જ્યાં RDO કાર્યાલયના અધિકારીએ સ્લિપને જમા કરી લીધી હતી.

, હાલ ચૂંટણી પંચ માટે નિષ્પક્ષ ચૂંટણી કરાવી એક માથાનો દુખાવો સમાન છે. એના માટે પંચ બને તેટલા પ્રયાસો કરી રહ્યું છે તેમ છતા પણ આવી ઘટનાઓ બહાર આવતી રહે છે. હાલ તો ઘટનાને લઈ ગંભીર સવાલો ઊભા થઈ રહ્યા છે.

(11:50 pm IST)
  • પાટણમાં પવનના સુસવાટા સાથે હળવા વરસાદી છાંટા access_time 4:30 pm IST

  • સુશીલ મોદી રાહુલ પર કરશે માનહાનીનો કેસ : કર્ણાટકમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સભા ગજવતા કહ્યું હતું કે, મોદી સરનેમ વાળા તમામ ચોર તેવું વિવાદીત નિવેદન પર સુશીલ મોદી રાહુલ વિરૂદ્ધ માનહાનીનો કેસ કરશે access_time 4:01 pm IST

  • કર્ણાટકમાં JDS ઉમેદવારોના નિવાસસ્થાન ઉપર ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટના દરોડા : લોકસભાની ચૂંટણી લડી રહેલા પાર્ટી સુપ્રીમો એચ.ડી.દેવગૌડાના પૌત્ર નિખિલ કુમારસ્વામી તથા પ્રજવલ રેવન પાસે આવક કરતા વધુ સંપત્તિ તથા કાળું નાણું હોવાની બાતમી : ઇન્કમટેક્ષ ડિપાર્ટમેન્ટનું મંતવ્ય : સરકાર દ્વારા સત્તાનો દુરુપયોગ થઇ રહ્યો છે : JDS સમર્થકોનું મંતવ્ય access_time 12:48 pm IST