Gujarati News

Gujarati News

News of Monday, 15th April 2019

પીએમ મોદી રાજકીય ફાયદા માટે પાકિસ્તાન પર ફરી હુમલો કરવાની તૈયારીમાં :મુફ્તી મહેબુબાનો આરોપ

રાષ્ટ્રીય સુરક્ષાના નામે ડર પેદા કરી ચૂંટણીલક્ષી માહોલ પેદા કરવાની કોશિશનો આક્ષેપ

નવી દિલ્હી : પીડીપી અધ્યક્ષ મહેબૂબા મુક્તીએ મોદી સરકાર પર રાષ્ટ્રીય સુરક્ષાના નામે ડર પેદા કરી ચૂંટણીલક્ષી માહોલ પેદા કરવાની કોશિશ કરવાનો આરોપ લગવ્યો. તેમણે કહ્યુ કે મોદી સરકાર રાજકીય ફાયદા માટે ફરીવાર પાકિસ્તાન ઉપર હુમલો કરવાની તૈયારી કરી રહી છે.

મોદી સરકાર બાલાકોટમાં હુમલો કર્યો હોવાનો દાવો કરે છે. પહેલા તબક્કામાં ભાજપની હાર થવાની છે. એટલે બાકીના તબક્કામાં જીત હાંસલ કરવા મોદી સરકાર રાષ્ટ્રીય સુરક્ષાના નામે ડર પેદા કરાવની કોશિશ કરવામાં આવી રહી છે.

(11:07 pm IST)
  • રાજકોટમાં વાતાવરણ એકદમ ગોરંભાયુઃ વિજળીના જોરદાર કડાકા-ભડાકા : ભારે વરસાદને લીધે પડધરીમાં કોંગ્રેસનું કાર્યાલય તૂટી પડયુ : ભાજપના કાર્યાલયમાં પાણી ઘુસી ગયા : રાજકોટના પડધરીમાં ભારે વરસાદ : કોંગ્રેસનું કાર્યાલય તૂટી પડયુ : ભાજપના કાર્યાલયમાં પાણી ઘુસી ગયાઃ ભારે પવનથી એક ઝાડ પણ તૂટી ગયાનું જાણવા મળે છે : પડધરીના ખાખડાબેલા ગામે તોફાની પવન સાથે ભારે વરસાદ ચાલુ : કરા પડતા મકાનની દિવાલ ધરાશાયી : ધ્રોલના લતીપર ગામે પણ ધોધમાર વરસાદ ચાલુ હોવાનું જાણવા મળે છે access_time 4:12 pm IST

  • પાટણમાં પવનના સુસવાટા સાથે હળવા વરસાદી છાંટા access_time 4:30 pm IST

  • વિવાદી નિવેદન કરવા બદલ નવજોતસિંહ સિધ્ધુ સામે ફરિયાદ દાખલ :કટિહાર જિલ્લા વહીવટી તંત્રે સાંપ્રદાયિક ભડકાઉ ભાષણ આવવા મામલે કોંગ્રેસના નેતા નવજોતસિંહ વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરી :નવજોતસિંહ સિધ્ધુએ મુસલમાનોને એકજુથ થઈને મત આપવા અપીલ કરતા વિવાદ થયો હતો access_time 1:04 am IST