Gujarati News

Gujarati News

News of Monday, 15th April 2019

મોનસુનનો વરસાદ નોર્મલ રહેવાની આગાહીથી ખુશી

અર્થતંત્ર માટે આઈએમડીના ખુબ સારા સમાચાર : ભારતમાં કૃષિ સેક્ટરની સફળતામાં મોટી ભૂમિકા રહેશે

નવી દિલ્હી, તા. ૧૫ : ભારતમાં દક્ષિણ પશ્ચિમ મોનસુનને લઇને મોટી અને મહત્વપૂર્ણ આગાહી ભારતીય હવામાન વિભાગ તરફથી કરવામાં આવી છે. ભારતીય હવામાન વિભાગના કેહવા મુજબ મોનસુની વરસાદ સામાન્ય રહેતા મોનસુની સિઝનમાં વાર્ષિક વરસાદ સફળતા લઇને આવશે. ભારતમાં દક્ષિણ પશ્ચિમ મોનસુન દેશની કૃષિ ભૂમિ પૈકી અડધાથી વધુ કૃષિ ભૂમિને પાણી ઉપલબ્ધ કરાવે છે. સાથે સાથે આર્થિક વિકાસ માટે પણ મહત્વપૂર્ણ રહે છે. હવે આ વર્ષે સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. અલનીનોની અસર ચોક્કસપણે દેખાઈ રહી છે. જૂન-સપ્ટેમ્બરની સિઝનમાં વાર્ષિક વરસાદનો આંકડો લોંગ ટર્મ એવરેજના ૯૬ ટકાની આસપાસ રહી શકે છે. હવામાન વિભાગ તરફથી આજે આ અંગેની આગાહી કરવામાં આવી હતી. આ આગાહીમાં પાંચ ટકાની ખામી રહેવાની શક્યતા રહી શકે છે. મોનસુની વરસાદ ભારતના કૃષિ સેક્ટર માટે ખુબ મહત્વપૂર્ણ છે. દેશમાં વાર્ષિક વરસાદ પૈકી ૭૦ ટકાથી વધુ વરસાદ માટે કૃષિ મહત્વપૂર્ણ છે. આના કારણે પાકની સિંચાઈ માટે ઉપયોગી સરોવરો ભરાઈ જાય છે. લાખો કરોડો લોકોની આજીવિકા કૃષિ સેક્ટર સાથે જોડાયેલી છે. દેશના ઓછા વરસાદી ઝાપટાની સ્થિતિમાં નુકસાન થઇ શકે છે જેમાં ચોખા, ઘઉં અને કપાસના દુનિયાના બીજા સૌથી મોટા ઉત્પાદક એવા ભારતમાં ઓછા વરસાદથી પાકને નુકસાન થાય છે. ઓછો પાક થાય છે. ખાદ્યતેલ જેવા કોમોડિટીની આયાતને વધારવાની ફરજ પડે છે. આગાહી કરતા ભૂમિ વિજ્ઞાનના સચિવ એમ રાજીવન અને આઈએમડીના ડિરેક્ટર જનરલ કેજે રમેશે કહ્યું હતું કે, સામાન્ય મોનસુનની આગાહી કૃષિ સેક્ટર માટે ખુબ સારા સમાચાર તરીકે છે. ખરીફ પાકની વાવણીમાં મદદરુપ બનશે. જીડીપીમાં પણ સુધારો થશે. આઈએમડીનું કહેવું છે કે, કયા મહિનામાં કેટલો વરસાદ થશે તે અંગેની આગાહી જૂનના પ્રથમ સપ્તાહમાં કરવામાં આવશે. ૨૦૧૮-૧૭માં સામાન્ય મોનસુન કરતા ઓછો વરસાદ થયો હતો. આઈએમડી દ્વારા આ વખતે પણ ૫૭ ટકા વરસાદની આગાહી કરવામાં આવી છે. ૨૦૧૮ના વર્ષ માટે પણ આવી જ આગાહી થઇ હતી. આઈએમડીના કહેવા મુજબ દુષ્કાળની શક્યતા આ વર્ષે માત્ર ૧૭ ટકા જેટલી રહેલી છે. નોર્મલ વરસાદની આગાહી ૩૯ ટકા છે. દેશમાં દુષ્કાળના વર્ષોમાં ૨૦૧૪-૧૫ અને ૨૦૧૫-૧૬માં સૌથી વધુ નુકસાન થયુ હતો. આ બે વર્ષમાં મોદી સરકારે દુષ્કાળનો સામનો કર્યો હતો. આગાહી પર હવે ચર્ચા શરૂ થઇ છે.

(7:42 pm IST)
  • વિવાદી નિવેદન કરવા બદલ નવજોતસિંહ સિધ્ધુ સામે ફરિયાદ દાખલ :કટિહાર જિલ્લા વહીવટી તંત્રે સાંપ્રદાયિક ભડકાઉ ભાષણ આવવા મામલે કોંગ્રેસના નેતા નવજોતસિંહ વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરી :નવજોતસિંહ સિધ્ધુએ મુસલમાનોને એકજુથ થઈને મત આપવા અપીલ કરતા વિવાદ થયો હતો access_time 1:04 am IST

  • સુશીલ મોદી રાહુલ પર કરશે માનહાનીનો કેસ : કર્ણાટકમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સભા ગજવતા કહ્યું હતું કે, મોદી સરનેમ વાળા તમામ ચોર તેવું વિવાદીત નિવેદન પર સુશીલ મોદી રાહુલ વિરૂદ્ધ માનહાનીનો કેસ કરશે access_time 4:01 pm IST

  • પાટણમાં પવનના સુસવાટા સાથે હળવા વરસાદી છાંટા access_time 4:30 pm IST