Gujarati News

Gujarati News

News of Monday, 15th April 2019

અમે રજીસ્ટર કરાવેલા બટેટાનું ઉત્પાદન કેમ કરો છો? પેપ્સીકોએ ૩ ખેડૂતો સામે કર્યો કેસ

કોર્ટે ત્રણેય ખેડૂતો પાસે માંગ્યા જવાબ

નવીદિલ્હી, તા.૧૫: ગુજરાતના ૩ ખેડૂતો ગેરકાયદે વાવેલ બટેટાનું ઉત્પાદન અને વેંચાણ કરી રહ્યા છે. કે જે અમે રજીસ્ટર કરાવેલા છે એવો આરોપ અમેરિકાની ટોચની કંપની પેપ્સીકોએ કર્યો છે. બ્રાન્ડ લેઇજની ચિપ્સ બનાવવા માટે આવા બટેટાનું ઉત્પાદન કરવાનો એક માત્ર હકક તેમની પાસે છે.

અમેરિકાની દિગ્ગજ કંપની પેપ્સિ-કોએ ગુજરાતના ત્રણ ખેડૂતો સામે ફરિયાદ નોંધાવી દાવો કર્યો છે કે તેઓ ગેરકાયદે તેવા બટાકાનું ઉત્પાદન અને વેચાણ કરી રહ્યા છે જે કંપની દ્વારા રજિસ્ટર કરાયેલા છે. પેપ્સિ-કોએ દાવો કર્યો છે કે તેની બ્રાન્ડ Lay’sની ચિપ્સ બનાવવા માટે આવા બટાકાનું ઉત્પાદન કરવાનો એકમાત્ર હક તેમની પાસે છે.

દેશના પ્લાન્ટ વેરાયટી રજિસ્ટ્રીમાં બટાકાની વિવિધતા વિશે કંપનીના રજિસ્ટ્રેશનને જોતાં, કોમર્શિયલ કોર્ટે ગયા અઠવાડિયે છબીલભાઈ પટેલ. વિનોદ પટેલ અને હરિભાઈ પટેલ નામના ત્રણ ખેડૂતોને બટાકા ઉગાડવા અને તેને વેચવા પર ૨૬ એપ્રિલ સુધી રોક લગાવી દીધી હતી. કોર્ટે કંપનીના હકોના ઉલ્લંદ્યન કરવા બદલ ત્રણેય ખેડૂતો પાસેથી જવાબ પણ માગ્યો છે. કંપનીના કહેવા પર કોમર્શિયલ કોર્ટના જજ મૂળચંદ ત્યાગીએ આ મામલાની તપાસ કરવા અને રિપોર્ટ તૈયાર કરવા માટે વકીલ પારસ સુખવાણીને નિયુકત કર્યા છે.

પેપ્સિ-કોએ કોર્ટને જણાવ્યું કે તે FL ૨૦૦૭થી રજિસ્ટર થયેલા બટાકાનો ઉપયોગ કરે છે, જે તેના બ્રાન્ડના ચીપ્સના ઉત્પાદન માટે FL૧૮૬૭ અને Wischipનીવેરાયટી છે. કંપનીને FL ૨૦૨૭નાઅન્ડર પ્રોટેકશન ઓફ પ્લાન્ટ વેરાયટી એન્ડ ફાર્મર્સ રાઈટ્સ એકટ ૨૦૦૧ હેઠળ રજિસ્ટર્ડ કરવામાં આવી છે.

ભારતમાં આ વેરાયટી પહેલીવાર ૨૦૦૯માં વ્યવસાયિક ઉપયોગમાં લેવાઈ હતી અને ટ્રેડમાર્ક FC5 હેઠળ તેનું વેચાણ કરવામાં આવે છે. તેણે આવા બટાકાનું ઉત્પાદન કરવા માટે પંજાબના કેટલાક ખેડૂતોને લાયસન્સ પણ આપ્યા છે. લાયસન્સ વગર આ બટાકાનું ઉત્પાદન કરીને ગુજરાતના ત્રણેય ખેડૂતો કાયદાનું ઉલ્લંદ્યન કરી રહ્યા હતા.

કંપનીએ વધુમાં જણાવ્યું કે ખેડૂતોએ બટાકાના ઉત્પાદન કરી રહ્યા હોવાની જાણ તેમને જાન્યુઆરીમાં થઈ હતી. જે બાદ તેના સેમ્પલ લેવાયા હતા અને તેને ઈન હાઉસ લેબોરેટરી, ICAR તેમજ શિમલામાં આવેલા સેન્ટ્રલ પોટેટો રીસર્ચ ઈન્સ્ટિટ્યૂટમાં ડીએનએ ટેસ્ટ માટે મોકલાયા હતા. જેના રિપોર્ટમાં સામે આવ્યું કે ખેડૂતો કંપનીએ રજિસ્ટર્ડ કરાવેલા બટાકાનું ઉત્પાદન કરી રહ્યા હતા. આ રિપોર્ટને કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો.

કંપનીએ રિપોર્ટ રજૂ કરતાં કોર્ટે કહ્યું કે, 'આ સ્તર પર એવું સ્પષ્ટ થાય છે કે આ સમગ્ર મામલો ફરિયાદ કરનારના પક્ષમાં છે'. આ ઉપરાંત કોર્ટે કહ્યું કે જો ખેડૂતોને આ બટાકાનું ઉત્પાદન કરવા પર અને વેચવા પર રોકવામાં નહીં આવે તો કંપનીને મોટું નુકસાન થશે અને સાથે જ તેને અન્યાય થશે.

કોર્ટે સૂચિ તૈયાર કરવા, નમૂના લેવા તેમજ શિમલા ખાતે પોટેટો રિસર્ચ સેન્ટરમાં વિશ્લેષણ માટે બટાકાને મોકલવા કોર્ટ કમિશનરની નિમણૂક કરી છે. કોર્ટે કહ્યું કે જો કમિશનરની નિમણૂક કરવામાં નહીં આવી હોત તો, ત્રણેય ખેડૂતો તેમની પાસે રહેલા સ્ટોકનો નાશ કરી શકે છે. કોર્ટે પોલીસ અધિકારીઓને કોર્ટ કમિશરને સુરક્ષા પૂરી પાડવા માટે પણ આદેશ આપ્યો છે, જે સમગ્ર કાર્યવાહીની વીડિયોગ્રાફી અને ફોટોગ્રાફી કરશે.

(12:27 pm IST)
  • રાજકોટમાં વાતાવરણ એકદમ ગોરંભાયુઃ વિજળીના જોરદાર કડાકા-ભડાકા : ભારે વરસાદને લીધે પડધરીમાં કોંગ્રેસનું કાર્યાલય તૂટી પડયુ : ભાજપના કાર્યાલયમાં પાણી ઘુસી ગયા : રાજકોટના પડધરીમાં ભારે વરસાદ : કોંગ્રેસનું કાર્યાલય તૂટી પડયુ : ભાજપના કાર્યાલયમાં પાણી ઘુસી ગયાઃ ભારે પવનથી એક ઝાડ પણ તૂટી ગયાનું જાણવા મળે છે : પડધરીના ખાખડાબેલા ગામે તોફાની પવન સાથે ભારે વરસાદ ચાલુ : કરા પડતા મકાનની દિવાલ ધરાશાયી : ધ્રોલના લતીપર ગામે પણ ધોધમાર વરસાદ ચાલુ હોવાનું જાણવા મળે છે access_time 4:12 pm IST

  • સુશીલ મોદી રાહુલ પર કરશે માનહાનીનો કેસ : કર્ણાટકમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સભા ગજવતા કહ્યું હતું કે, મોદી સરનેમ વાળા તમામ ચોર તેવું વિવાદીત નિવેદન પર સુશીલ મોદી રાહુલ વિરૂદ્ધ માનહાનીનો કેસ કરશે access_time 4:01 pm IST

  • વડાપ્રધાન મોદી 23 એપ્રિલના રોજ પોતાનો મત, રાણીપ - અમદાવાદ ખાતે નિશાન વિદ્યાલયના પોલિંગ બુથ પર સવારે 7-30 વાગ્યે આપશે જશે તેમ જાણવા મળે છે. access_time 10:57 pm IST