Gujarati News

Gujarati News

News of Monday, 15th April 2019

BATAએ ગ્રાહક પાસે માંગ્યા થેલીના ત્રણ રૂપિયા : કન્ઝ્યૂમર ફોરમે કંપનીને 9000નો દંડ ફટકાર્યો

પર્યાવરણની એટલી જ ચિંતા છે તો ફ્રી બેગ આપો: બેગ એનવાયરમેન્ટ ફ્રેન્ડલી હોવી જોઈએ

નવી દિલ્હીઃ ભારતીય ફુટવેર કંપની બાટા ઈન્ડિયા લિમિટેડને સેવામાં કમી બદલ 9000 રૂપિયાનો દંડ ફટકારાયો છે એક ગ્રાહકની ફરિયાદ પર કન્ઝ્યૂમર ફોરમે આ ફેસલો સંભળાવ્યો છે. આ મામલે કેી બેગ માટે ગ્રાહક પાસેથી ત્રણ રૂપિયા માંગવા પર શરૂ થયો, ત્યારે થેલીના પૈસા લેવા ગયેલ બાટાએ ખુદ દંડ ચૂકવવો પડ્યો .

    ચંદીગઢના રહેવાસી દિનેશ પ્રસાદ રતૂડીએ પોતાની ફરિયાદમાં કહ્યું કે 5 ફેબ્રુઆરીએ જૂતાં ખરીદવા હું સેક્ટર 22ડીના બાટાના સ્ટોર પર ગયો. પેપર બેગના ચાર્જ સહિત મારી પાસેથી 402 રૂપિયા લેવામા આવ્યા. બેગ પર પોતાની બ્રાન્ડનો પ્રચાર કર્યો હોવા છતા પૈસા લેવા ખોટા છે. કન્ઝ્યૂમર ફેરમે ન માત્ર રતૂડીને 3 રૂપિયાનું રિફન્ડ અપાવ્યું બલકે સેવામાં કમી માટે બાટા પર 9000 રૂપિયાનો દંડ પણ ફટકાર્યો જે ગ્રાહકને આપવામાં આવ્યા.

  કન્ઝ્યૂમર ફોરમે બાટાને સ્પષ્ટ કહી દીધું કે હવેથી તમારા ગ્રાહકોને ફ્રી બેગ આપો. ફોરમ વને કહ્યું કે જોવા મળે છે કે કંપનીઓ પર્યાવરણની ચિંતા જતાવતાં પેપર બેગ રાખે છે. જો તમને પર્યાવરણની એટલી જ ચિંતા છે તો ફ્રી બેગ આપો. આ બેગ એનવાયરમેન્ટ ફ્રેન્ડલી હોવી જોઈએ.

(11:06 am IST)