Gujarati News

Gujarati News

News of Monday, 15th April 2019

પ્રિયંકા ગાંધીના પતિ રોબર્ટ વાડ્રા સક્રિય રાજનીતિમાં ઝંપલાવશે

રાજબબબરે કહ્યું વાડ્રા કોંગ્રેસ પરિવારના સભ્ય છે. તે જ્યારે ઇચ્છે ત્યારે પાર્ટીમાં આવી શકે છે

નવી દિલ્હી :કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી સક્રિય રાજનીતિમાં આવ્યા પછી તેના પતિ રોબર્ટ વાડ્રા રાજનીતિમાં આવવાની ચર્ચા શરૂ થઇ છે ત્યારે  ઉત્તર પ્રદેશના કોંગ્રેસ અધ્યક્ષ રાજ બબ્બરે કહ્યું કે રોબર્ટ વાડ્રા કોંગ્રેસ પરિવારના સભ્ય છે. તે જ્યારે ઇચ્છે ત્યારે પાર્ટીમાં આવી શકે છે જો રોબર્ટ વાડ્રા કોંગ્રેસ પાર્ટીમાં સામેલ થવા માંગે છે તો તેમને કોણ ના પાડી શકે?

   રાજ બબ્બરને જ્યારે સવાલ કરવામાં આવ્યો કે રોબર્ટ વાડ્રા લોકસભા ચૂંટણી લડશે તો રાજ બબ્બરે કહ્યું હતું કે વાડ્રા કોંગ્રેસ પરિવારના સભ્ય છે. તે જ્યારે ઇચ્છે ત્યારે પાર્ટીમાં આવી શકે છે. તેમને પાર્ટીમાં સમાવેશ કરવાથી કોણ ના પાડી શકે છે?

   અત્રે ઉલ્લેખનીય છે કે કોંગ્રેસમાં સતત રોબર્ટ વાડ્રાને લોકસભા ચૂંટણી લડાવવાની માંગણી થઈ રહી છે. રાયબરેલીમાં યૂપીએ ચેરપર્સન સોનિયા ગાંધીના રોડ શો અને નામાંકન દરમિયાન રોબર્ટ વાડ્રા જોવા મળ્યા હતા. થોડા સમય પહેલા જ લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસનો પ્રચાર કરવામાં હા પાડી હતી

 

 

 

કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી સક્રિય રાજનીતિમાં આવ્યા પછી તેના પતિ રોબર્ટ વાડ્રા રાજનીતિમાં આવવાની ચર્ચા થઈ રહી છે. ઉત્તર પ્રદેશના કોંગ્રેસ અધ્યક્ષ રાજ બબ્બરે રવિવારે સંકેત આપ્યો હતો કે જો રોબર્ટ વાડ્રા કોંગ્રેસ પાર્ટીમાં સામેલ થવા માંગે છે તો તેમને કોણ ના પાડી શકે?

રાજ બબ્બરને જ્યારે સવાલ કરવામાં આવ્યો કે રોબર્ટ વાડ્રા લોકસભા ચૂંટણી લડશે તો રાજ બબ્બરે કહ્યું હતું કે વાડ્રા કોંગ્રેસ પરિવારના સભ્ય છે. તે જ્યારે ઇચ્છે ત્યારે પાર્ટીમાં આવી શકે છે. તેમને પાર્ટીમાં સમાવેશ કરવાથી કોણ ના પાડી શકે છે?

ઉલ્લેખનીય છે કે કોંગ્રેસમાં સતત રોબર્ટ વાડ્રાને લોકસભા ચૂંટણી લડાવવાની માંગણી થઈ રહી છે. રાયબરેલીમાં યૂપીએ ચેરપર્સન સોનિયા ગાંધીના રોડ શો અને નામાંકન દરમિયાન રોબર્ટ વાડ્રા જોવા મળ્યા હતા. થોડા સમય પહેલા જ લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસનો પ્રચાર કરવામાં હા પાડી હતી

(12:00 am IST)
  • વિવાદી નિવેદન કરવા બદલ નવજોતસિંહ સિધ્ધુ સામે ફરિયાદ દાખલ :કટિહાર જિલ્લા વહીવટી તંત્રે સાંપ્રદાયિક ભડકાઉ ભાષણ આવવા મામલે કોંગ્રેસના નેતા નવજોતસિંહ વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરી :નવજોતસિંહ સિધ્ધુએ મુસલમાનોને એકજુથ થઈને મત આપવા અપીલ કરતા વિવાદ થયો હતો access_time 1:04 am IST

  • સળગતા બાઇક પર સવાર દંપતિનો ચાર કિમિ પીછો કરીને પોલીસે જીવ બચાવ્યો ::વિડિઓ વાયરલ : ઇટાવાની નજીક એક્સપ્રેસ-વે પર ઉત્તર પ્રદેશ પોલીસની ડાયલ 100 ટીમની પ્રશંસનીય કામગીરી : બાઇક સવાર પર નજર પડી. જેમાં બાઇકમાં આગ લાગેલી હતી:. બાઇકમાં લાગેલી આગ જોઇને પોલીસે બાઇક સવાર દંપતિને જાણ પીછો કર્યો ;બાઈક રોકાવી આગને કાબુમાં લઇને દંપતીનો જીવ બચાવ્યો : આગને કારણે બાઈક બ્લાસ્ટ થવાની હતી ભીતિ access_time 1:17 am IST

  • વડાપ્રધાન મોદી 23 એપ્રિલના રોજ પોતાનો મત, રાણીપ - અમદાવાદ ખાતે નિશાન વિદ્યાલયના પોલિંગ બુથ પર સવારે 7-30 વાગ્યે આપશે જશે તેમ જાણવા મળે છે. access_time 10:57 pm IST