Gujarati News

Gujarati News

News of Monday, 15th April 2019

EVMમાં ગરબડ મામલે ફરીવાર રાજકારણ ગરમાયું: વિપક્ષ સુપ્રીમ કોર્ટમાં ફરિયાદ કરશે

દિલ્હીમાં વિપક્ષીદળોની બેઠકમાં ઈવીએમમાં ચેડાં સામે સવાલ ઉઠવતા બેલેટ પેપરથી મતદાન કરાવવાની માંગ ઉઠી

નવી દિલ્હી:લોકસભાની ચૂંટણીનું પ્રથમ તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ગયું છે ત્યારે ઈલેક્ટ્રોનિક વોટિંગ મશિન (EVM)માં ગરબડ દ્વારા ચેડાં થતા હોવાનો વિપક્ષે આરોપ લગાવ્યો છે  કેટલાક મોટા વિપક્ષી દળોની નવી દિલ્હીમાં બેઠક મળી હતી અને તેમાં ઈવીએમ પર પ્રશ્નો ઊભા કરાયા હતા. પક્ષોએ ઈવીએમ મામલે સુપ્રીમ કોર્ટમાં જવાની વાતનું રટણ કર્યું હતું.

  આ બેઠકમાં છ વિપક્ષી દળો હાજર હતા. પક્ષોએ ઈવીએમમાં ચેડાં સામે સવાલ ઉઠવતા બેલેટ પેપરથી મતદાન કરાવવાની માંગ કરી હતી. વિપક્ષી દળોની બેઠક પર ભાજપે કટાક્ષ કરતા જણાવ્યું કે વિપક્ષએ અત્યારથી જ હાર સ્વીકારી લીધી છે.

  બેઠક બાદ ટીડીપી અધ્યક્ષ ચંદ્રબાબૂ નાયડૂ અને કોંગ્રેસના અભિષેક મનુ સિઁઘવીએ જણાવ્યું કે અમે ઈવીએમના મુદ્દે ફરી સુપ્રીમ કોર્ટના દરવાજા ખટખટાવશું. નાયડૂએ શનિવારે પણ ઈવીએમમાં ગરબડની ફરિયાદ કરતા ચૂંટણી પંચમાં ઘા નાંખી હતી. તેમણે આક્ષેપ કર્યો હતો કે આંધ્રપ્રદેશમાં ગુરુવારે પ્રથમ તબક્કાના મતદાન દરમિયાન ચાર હજાર જેટલા ઈવીએમમાં ગરબડ હતી. રવિવારે તેમણે જણાવ્યું કે, ‘અમે ઈવીએમના મામલે ફરી સુપ્રીમ કોર્ટમાં જશું. ઈવીએમનો ઉપયોગ કરતા દેશો ઘણા ઓછા છે. જો મતદારોનો વિશ્વાસ જીતવો હોય તો બેલેટ પેપેરનો ઉપયોગ કરવો પડશે.’ 

‘બંધારણ બચાવો’ના સૂત્ર સાથે યોજાયેલી આ બેઠક બાદ એક પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી. પ્રેસ કોન્ફરન્સમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા અભિશેક મનુ સિંઘવી અને પૂર્વ કેન્દ્રી મંત્રી કપીલ સિબ્બલ પણ હાજર હતા. સિઁઘવીએ જણાવ્યું કે, ‘પ્રથમ તબક્કાના મતદાન બાદ ઈવીએમ પર સવાલો ઉભા થયા છે, અમને નથી લાગતું કે ચૂંટણી પંચ આના પર ધ્યાન આપી રહ્યું છે. જો તમે X પાર્ટીને મત આપો છો તો તે Y પાર્ટીને જાય છે. વીવીપેટમાં પણ સ્લિપ સાત સેકન્ડને બદલે ત્રણ સેકન્ડ દેખાય છે.’

આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી એન ચંદ્રાબાબૂ નાયડૂએ જણાવ્યું કે, ‘ચૂંટણી પંચ ભાજપના દબાણમાં કામ કરી રહ્યું છે, તેઓ સાચા નથી. તેમણે નિષ્પક્ષ રીતે કામગીરી કરવી જોઈએ. અમને શંકા છે કે ઈવીએમમાં ચેડાં સંભવ છે અને એટલા માટે અમે દરેક બેઠક પર વિવિપેટના 50 ટકા મતની ગણતરીની માંગ કરી રહ્યા છીએ પરંતુ આ બાબતે પંચ સહમત નથી.’

(12:00 am IST)
  • રાજકોટમાં સોશ્યલ મીડિયા વોર :લાલચ આપીને ભાજપમાં જોડવા કોશિશ :પાસના કાર્યકરોને લાલચ આપીને ભાજપમાં ખેંચવા પ્રયાસ :મનોજ પનારા અને હેમાંગ પટેલના નામે પોસ્ટ વાયરલ ;જબરી ચકચાર access_time 11:22 pm IST

  • રાજકોટમાં વાતાવરણ એકદમ ગોરંભાયુઃ વિજળીના જોરદાર કડાકા-ભડાકા : ભારે વરસાદને લીધે પડધરીમાં કોંગ્રેસનું કાર્યાલય તૂટી પડયુ : ભાજપના કાર્યાલયમાં પાણી ઘુસી ગયા : રાજકોટના પડધરીમાં ભારે વરસાદ : કોંગ્રેસનું કાર્યાલય તૂટી પડયુ : ભાજપના કાર્યાલયમાં પાણી ઘુસી ગયાઃ ભારે પવનથી એક ઝાડ પણ તૂટી ગયાનું જાણવા મળે છે : પડધરીના ખાખડાબેલા ગામે તોફાની પવન સાથે ભારે વરસાદ ચાલુ : કરા પડતા મકાનની દિવાલ ધરાશાયી : ધ્રોલના લતીપર ગામે પણ ધોધમાર વરસાદ ચાલુ હોવાનું જાણવા મળે છે access_time 4:12 pm IST

  • મુસ્લિમ મહિલાઓને મસ્જિદમાં નમાઝ પઢવાનો હક્ક આપતી પિટિશન સુપ્રીમ કોર્ટએ દાખલ કરી : સબરીમાલા મંદિરમાં મહિલાઓને પ્રવેશ આપતા જજમેન્ટને ધ્યાને લઇ પિટિશન દાખલ કરાઈ હોવાનું મંતવ્ય : કેન્દ્ર સરકાર તથા ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડનો ખુલાસો માંગ્યો : જાતીય સમાનતા બક્ષતા આર્ટિકલ 14 નો ભંગ કરવા બદલ સુપ્રીમ કોર્ટ જસ્ટિસ શ્રી એસ.એ.બોબડે તથા શ્રી એસ.અબ્દુલ નાઝિરની બેન્ચે નોટિસ પાઠવી access_time 12:17 pm IST