Gujarati News

Gujarati News

News of Saturday, 16th March 2019

ન્યુઝીલેન્ડમાં થયેલ મસ્જીદ ઉપરના હુમલામાં

ઓવૈસીનો ભાઈ ઘાયલઃ વડોદરાના પિતા- પુત્ર ગુમઃ આણંદના યુવાનનો બચાવ

હુમલામાં મૂળ વડોદરાના આરીફ વોરા અને તેમના પુત્ર રમીઝ લાપતા થતા પરિવારના જીવ તાળવે ચોંટી ગયા છેઃ ભરૂચનો યુવક પણ ઘાયલ

નવીદિલ્હીઃ ન્યુઝીલેન્ડ મસ્જીદ હુમલામાં ૯ લોકો ઘાયલ થયા છે. હુમલા બાદ વડોદરાના પિતા- પુત્ર ગુમ થયા છે. જયારે આણંદના યુવક હોઝેફાનો આબાદ બચાવ થયેલ.

એઆઈએમઆઈ એમના અધ્યક્ષ અસઉદીન આવેસીના ભાઈ ખુરશીદ જહાંગીર અને ફરહાઝ અહેસાન ઘાયલોમાં સામેલ છે. ત્યાર બાદ ઓવેસીએ ટ્વીટ કરી ઘાયલો માટે સહાય માંગી હતી.

જયારે ન્યુઝીલેન્ડમાં આતંકી હુમલા સમયે મસ્જિદમાં નમાઝ પઢવા ગયેલા આણંદ શહેરમાં રહેતાપરિવારનાં જમાઈ અને વેવાઈનો આ  ઘટના બાદ કોઈ પત્તો નહી લાગતા તેમજ તેઓ ધરે પરત નહી આવતા સમગ્ર પરિવાર ચિંતામાં ગરકાવ થઈ ગયું છે. મળતી  વિગતો અનુસાર આણંદ શહેરમાંરહેતા અને કાપડીયા પરિવાર તરીકે ઓળખાતા મુનાફભાઈ કાપડીયાનાં જમાઈ અને મૂળ વડોદરાનાંરમીઝભાઈ આજથી પાંચ વર્ષે પૂર્વે અભ્યાસ કરવા ન્યુઝીલેન્ડ ગયા હતા અને અભ્યાસ પૂર્ણ કર્યાબાદ તેઓ ત્યાંજ સ્થાઈ થયા હતા,મુનાફભાઈની દિકરી ખુશ્બુ પણ ન્યુઝિલેન્ડ ગઈ હતી,અને ૧૫ દિવસ પૂર્વે રમીઝભાઈનાં પિતા આરીફભાઈ વ્હોરા પણ પોતાનાં પુત્રને મળવા માટે ન્યુઝિલેન્ડગયા હતા અને સવારે રમિઝભાઈ અને તેમનાં પિતા આરીફભાઈ બન્ને જણા જુમ્માની નમાઝપઢવા માટે મસ્જીદમાં ગયા હતા અને તે સમયેજ આંતકી હુમલો થયો હતો,જો કે આંતકી હુમલાનીધટના બાદ રમીઝભાઈ તેમજ તેઓનાં પિતા આરીફભાઈ ઘરે પરત ફર્યા નહીં તેમજ તેમનો કોઈપત્તો નહીં લાગતા તેઓનો પરિવાર ચિંતામાં મુકાઈ જવા પામ્યો છે. આ અંગે પરિવારનાઅનીસભાઈએ જણાવ્યું હતું કે રમીઝભાઈ અને તેમનાં પિતા આરીફભાઈનો આ ઘટના બાદ કોઈપત્તો લાગ્યો નથી તેમજ તેઓ ઘરે પરત નહીં ફરતા તેઓના પરિવારમાં ચિંતાનો માહોલ છે અનેતેઓ સતત ન્યુઝીલેન્ડ ખાતે તેઓની ભત્રીજીનાં સંપર્કમાં છે.

ઉપરાંત ન્યુઝીલેન્ડની મસ્જિદમાંથયેલા આતંકી હુમલામાંઆણંદના યુવાનનો આબાદ બચાવ થતા તેઓનાપરિવારજનોએ અલ્લાહનો શુક્ર અદા કર્યો હતો તેમજ ઘટનાબાદ યુવક તરત જ ઘાયલોની સેવામાં લાગી ગયો હતો. આહુમલામાં યુવાનના મિત્રનું મોતનિપજયું હતું.

મળતી વિગતોઅનુસાર આણંદ શહેરમાંપાધરીયા વિસ્તારમાં રહેતાફિરોજભાઈ વ્હોરા(બડાજી)નોપુત્ર મોંહમદહુઝેફા આજથી ચારવર્ષ પૂર્વે વધુ અભ્યાસ માટેન્યુઝીલેન્ડ ગયો હતો અને ત્યાંતે ક્રિષ્ટલ ચર્ચ વિસ્તારમાં રહેતોહતો, તાજેતરમાં તે ન્યુઝીલેન્ડથી આણંદ આવ્યોહતો અને આણંદ ખાતે પરિવારસાથે વેકેશન માણ્યા બાદ તે ૨૫દિવસ અગાઉ ન્યુઝીલેન્ડ પરતગયો હતો. મોંહમદ હુજેફાઆજે મસ્જિદમાં નમાઝ પઢવાગયો હતો અને પોતાના મિત્રોસાથે મસ્જિદમાં હતો ત્યારેઅચાનક આતંકી હુમલાખોરએ મસ્જિદમાં પ્રવેશી ફાયરીંગ શરૂકરી દેતા મોહંમદ  હુઝેફામસ્જિદનાં મિમ્બર પાછળ છુપાઈ ગયો હતો અને તેના કારણે તેનો જીવ બચી જવા પામ્યો હતો, મોહંમદ હુઝેફાનીસાથે મસ્જિદમાં ગયેલા તેનાંમિત્રો મોતને ભેટ્યા છે, જ્યારેમોંહમદ હુઝેફા અને બે મિત્રોસહિત ત્રણ જણાનો બચાવ થયોહતો, જો કે, આ ગોજારી ઘટનાબાદ મોંહમદ હુઝેફા ઘાયલોનીસારવારમાં લાગી ગયો હતો.

આ અંગે મોંહમદહુઝેફાનાંપિતા ફિરોજભાઈએ જણાવ્યુંહતું કે, આ ઘટના બાદ મોંહમદહુઝેફાએ ફોન કરીને જાણકારીઆપી હતી અને તેનાં પાંચમિત્રોના આ ઘટનામાં મોત નિપજયા છે, જ્યારે બે મિત્રોસહિત તેનો બચાવ થવા પામ્યો છે, જો કે, આ ઘટના બાદ પોલીસે ઘટના સ્થળે પહોંચીને મોંહમદ  હુઝેફા સહિત અન્ય બચી ગયેલાલોકોના નિવેદનો નોંધવાનું શરૂકરવાનું શરૂ કર્યું છે, જેનાં કારણેમોંહમદ હુઝેફા વધુ વાત કરી શકયો નથી તેમજ તેનાં ખાસ રૂમપાર્ટનર મિત્રોના આ ઘટનામાંમોત નિપજ્યા હતા, જેનાં કારણેતે હાલમાં સદમામાં હોઈ વધુવાતચીત કરી શકયો નથી.

ફિરોજભાઈએ વધુમાં જણાવ્યુંહતું કે, તેઓ પરિવાર સાથે સાઉદીઅરેબીયા હતા અને મોંહમદહુઝેફાએ ઉચ્ચતર માધ્યમિક શાળા સુધીનો અભ્યાસ કર્યો છેઅને પાંચેક વર્ષ પૂર્વે તેઓ પરતઆણંદ આવ્યા હતા અનેત્યારબાદ સિવિલ એન્જિનિયરનો અભ્યાસ કરવા મોહંમદ હુઝેફા ન્યુઝીલેન્ડ ગયોહતો. જ્યાં તેનો અભ્યાસ પૂર્ણથઈ ગયો છે અને એક માસ બાદતેને સિવિલ એન્જિનીનિયરનીડિગ્રી મળવાની છે અને તે ત્યાંપોતાનાં મિત્રો સાથે રહેતો હતોઅને જોબ કરતો હતો.

તે તાજેતરમાં વેકેશનમાં આણંદઆવ્યો હતો અને પરિવાર સાથેરજાઓ માણી એક માસ જેટલુંરોકાઈને ૨૫ દિવસ પૂર્વે જન્યુઝીલેન્ડ પરત ગયો હતો. તે પોતાનાં મિત્રો સાથે મસ્જીદમાંનમાઝ પઢવા ગયો હતો ત્યારે જઆતંકવાદી હુમલાને લઈને તે તર્તજ મસ્જીદનાં મિમ્બર પાછળ સંતાઈ ગયો હતો અને જેનાંકારણે તે તેમજ તેનાં બે મિત્રોબચી ગયા હતા જયારે અન્યમિત્રોનાં મોત નિપજયાહતા,આ ધટના બાદ હિમંતભેરમોંહમદહુઝેફા અન્ય ઘાયલોની સેવામાં લાગી ગયો હતો,પરંતુઆ ઘટનાને લઈને તેને ખુબજસદમો લાગી ગયો છે,ફિરોજભાઈએ આ હુમલામાંપોતાનાં પુત્રનો બચાવ થતાઅલ્લાહનો આભાર વ્યકત કર્યોહતો,તેમજ તે પોતાનાં પુત્રમોંહમદ ફરદાનને પણ વધુઅભ્યાસ કરવા માટે ટુંક સમયમાંન્યુઝિલેન્ડ મોકલનાર છે

ન્યુઝીલેન્ડના ઇતિહાસમાં પ્રથમ વખત આતંકી ભયને હાઇએસ્ટ લેવલે મૂકયું...

* તમામ વિમાનો ગ્રાઉન્ડેડ કરી દેવામાં આવેલ.

* ૩ આતંકીને પકડવામાં આવ્યા.

* ન્યુઝીલેન્ડનો વૈશ્વીક આતંકવાદ દેશોના લીસ્ટમાં ૧૬૩ માંથી ૧૧૪માં નંબરે આવે છે અને વિશ્વના શાંત દેશો માહેનો ગણાય છે (ભારતનો દાખલો આપી એ તો વિશ્વમાં આતંકવાદના ભયનો સૌથી વધુ સામનો કરી રહેલા દેશોમાં ભારતનો ૭ મો નંબર આવે છે)

* ત્રાસવાદી હુમલો ભારતીય સમય પ્રમાણે સવારે ૬ આસપાસ અને ન્યુઝીલેન્ડમાં ત્યારે બપોરના દોઢ જેવું થયેલ.

* અલ નુર અને લીનવુડ મસ્જીદમાં આ હુમલા ડીન એવન્યુ તથા લીનવુડ એવન્યુ, ક્રાઇસ્ટ ચર્ચ ખાતે થયેલ.

* આતંકીઓના વાહનો સાથે જોડેલ બે આઇઇડી વિસ્ફોટકો મળી આવેલ જે નકામા કરી દેવાયેલ.

* ત્રણની ધરપકડ થઇ છે જેમાનો એક બ્રેન્ટન ટેરન્ટ છે જે ઓસ્ટ્રેલીયન છે અને ઓસ્ટ્રેલીયાના વડાપ્રધાન સ્કોટ મોરીસને જમણેરી અંતિમવાદી હિંસક ત્રાસવાદી ગણાવ્યો છે. ર૮ વર્ષના આ આતંકીએ ૧૭ મીનીટ સુધી ગોળીઓ વરસાવેલ તેને આજે સવારે ક્રાઇસ્ટ ચર્ચ શહેરની જિલ્લા અદાલતમાં રજુ કરાયો છે.

(3:34 pm IST)