Gujarati News

Gujarati News

News of Saturday, 16th March 2019

વિધાનસભા માટે

૫ જૂન પછી જમ્મુ - કાશ્મીરમાં ૭ તબક્કે ચૂંટણી યોજાશે

શ્રીનગર તા. ૧૬ : જમ્મુ કાશ્મીરમાં રાજકીય ઘમાસાણ વચ્ચે વિધાનસભાની ચૂંટણી પાંચ જૂન બાદ યોજાઈ શકે છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે રાજયમાં સાતથી આઠ તબક્કામાં વિધાનસભાની ચૂટણી યોજાશે. ત્યારે એવુ પણ માનવામાં આવી રહ્યુ છે કે, રમઝાન બાદ અને અમરનાથ યાત્રા પહેલા રાજયમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે.

જમ્મુ કાશ્મીરમાં પીડીપી અને ભાજપ વચ્ચે ગઠબંધન પર પુર્ણ વિરામ લાગી ગયા બાદ છેલ્લા ઘણા સમયથી રાજયમાં વિધાનસભાની ચૂંટણીની માગ કરવામાં આવી રહી છે. ચૂંટણી પંચે લોકસભાની ચૂંટણીની તારીખ સાથે આંધ્ર પ્રદેશ, અરૂણાચલ, ઓડિસા અને સિક્કિમમાં વિધાનસભાની ચૂંટણીની જાહેરાત કરી છે. જોકે, જમ્મુ કાશ્મીરમાં સુરક્ષાને ધ્યાનમાં રાખીને ચૂંટણી પંચે વિધાનસભાની ચૂંટણીની તારીખ જાહેર કરવામાં આવી નથી.

(3:29 pm IST)