Gujarati News

Gujarati News

News of Saturday, 16th March 2019

દેશની કુલ ૧ર૮ સીટ પર ઉમેદવારોનો જાદુ હોય છે

મધ્યપ્રદેશ અન્ય રાજયો કરતા વધારે આગળ છે : પરંપરાગત સીટ ઉપર ઉમેદવારોની મજબુત પકડ માટેના ઘણા કારણ રહે છે : ઇન્દ્રજીત ગુપ્તા ૧૧ વાર જીત્યા હતા

નવી દિલ્હી,તા. ૧૬: લોકસભાની ચૂંટણી માટેના કાર્યક્રમની જાહેરાત કરવામાં આવ્યા રાજકીય પક્ષો પોત પોતાની તૈયારીમાં લાગેલા છે. આંકડાની વાત કરવામાં આવે તો દેશમાં ૧૨૭ સીટો એવી રહેલી છે જેના પર ઉમેદવારોના જાદુ રહે છે. મતદારો ઉમેદવાર પર પ્રભાવિત રહે છે. પરંપરાગત સીટ પર કોઇ એક રાજનેતાના પ્રભાવ માટેના કેટલાક કારણો હોઇ શકે છે. જો કે સામાન્ય રીતે ઉમેદવારોની સ્થાનિક મુદ્દા પર પક્કડ મહત્વપૂર્ણ ભૂમિકા અદા કરે છે. મતદારો સાથે નિયમિત વાતચીત અને તેમની વચ્ચે રહેવાની બાબત પણ ઉપયોગી સાબિત થાય છે. કેટલીક વખત પરિવારની બોલબાલા હોવાના કારણે પણ ઉમેદવારને સતત જીત મળતી રહે છે. પશ્ચિમ બંગાળના ઇન્દ્રજીત ગુપ્ત ૧૧ વખત લોકસભા ચૂંટણી જીતી ગયા હતા. ગૌડા સરકારમાં કેન્દ્રિય ગૃહ પ્રધાન તરીકે રહેલા ઇન્દ્રજીત ગુપ્તા કોમ્યુનિસ્ટ પાર્ટીની વિચારધારા માટે જ સતત લડતા રહ્યા હતા. તેઓ મિદનાપુરમાંથી પાંચ વખત, કોલકત્તા સાઉથ વેસ્ટ, બશીરહાટ અને અલીપુર સીટ પર બે વખત લોકસભા ચૂંટણી જીતી ગયા હતા. અન્ય અનેક ઉમેદવારો એવા છે જે કેટલીક વખત એક સીટ પર જીતતા રહ્યા છે. શિવરાજ સિંહ ચૌહાણ મધ્યપ્રદેશની વિદિશા સીટ પર પાંચ વખત જીતી ગયા છે.નોધનીય છે કે જેની ઉત્સુકતાપૂર્વક રાહ જોવામાં આવી રહી હતી તે લોકસભા ચૂંટણી માટેના કાર્યક્રમની ચૂંટણી પંચે ગયા રવિવારે જાહેરાત કરી દીધી હતી. આની સાથે લોકસભા ચૂંટણી માટેનું રણશિંગુ ફુંકાઈ ગયું છે. ચૂંટણી પંચે લોકસભાની કુલ ૫૪૩ સીટો ઉપર સાત તબક્કામાં ચૂંટણી માટેના કાર્યક્રમની જાહેરાત કરી હતી જે સાત તબક્કામાં મતદાન યોજાનાર છે તે પૈકી પ્રથમ તબક્કામાં ૧૧મી, બીજા તબક્કામાં ૧૮મી, ત્રીજા તબક્કામાં ૨૩મી, ચોથા તબક્કામાં ૨૯મી એપ્રિલના દિવસે મતદાન યોજાશે જ્યારે પાંચમાં તબક્કામાં છઠ્ઠી મે, છઠ્ઠા તબક્કામાં ૧૨મી મે અને ૧૯મી મેના દિવસે સાતમાં તબક્કામાં મતદાન થશે. તમામ તબક્કાની મતગણતરી એક સાથે ૨૩મી મેના દિવસે યોજાશે. આનો મતલબ એ થયો કે, ૧૭મી લોકસભામાં સત્તાની ચાવી કોની પાસે આવશે તે અંગેનો ફેંસલો ૨૩મી મેના દિવસે થશે. પ્રથમ તબક્કામાં ૨૦ રાજ્યોમાં ૯૧ સીટો ઉપર મતદાન થશે. બીજા તબક્કામાં ૧૩ રાજ્યોની ૯૭ સીટ ઉપર મતદાન થશે. ચોથા તબક્કામાં નવ રાજ્યોમાં સાત સીટો ઉપર મતદાન થશે. પાંચમાં તબક્કામાં સાત રાજ્યોની ૫૧ સીટો ઉપર મતદાન થશે. છઠ્ઠા તબક્કામાં સાત રાજ્યોની ૫૯ સીટો ઉપર મતદાન થશે જ્યારે સાતમા અને અંતિમ તબક્કા માટે આઠ રાજ્યોની ૫૯ સીટ ઉપર મતદાન થશે. દિલ્હીમાં છઠ્ઠા તબક્કામાં ૧૨મી મેના દિવસે મતદાન થશે. સૌથી વધારે ઉત્તરપ્રદેશ, બિહાર અને બંગાળમાં સાતમાં રાઉન્ડમાં મતદાન થશે અને તમામ તબક્કામાં અહીં મતદાન થનાર છે. ૨૨ રાજ્યોમાં એક તબક્કામાં મતદાન થશે. મતદારોની આ સાયકલોજી પણ કામ કરે છે કે તેમના નેતા આગળ વધશે તો આ ક્ષેત્રની પણ પ્રગતિ થશે અને વિકાસના કામ થશે. આ જ વિશ્વાસના આધાર પર મતદારો તેમના ઉમેદવારને સતત જીત અપાવે છે. નેતાના કામની સાથે સાથે તેમના રાજકીય કદને પણ નિહાળે છે.

 

(3:27 pm IST)
  • દેશમાં સૌથી મોટી સમસ્યા બેરોજગારી, જો અમારી સરકાર આવશે તો ગરીબોના ખાતામાં રૂપિયા જમા કરશે : રાહુલઃ રાહુલ ગાંધીએ કહ્યું કે જો અમારી સરકાર આવશે તો મર્યાદા કરતાં ઓછી આવક હશે તેને રૂપિયા મળશે : અમારી સરકાર ગરીબોના ખાતામાં પૈસા જમા કરશે access_time 3:24 pm IST

  • પાકિસ્તાનમાં ફુટયો 'મિર્ચી' બોંબ : મરચાનો ભાવ ૪૦૦ રૂપિયે કિલોઃ ર૪ ના કિલો ટમેટાનો ભાવ ર૦૦ રૂપિયાઃ ભારતીય નિકાસબંધીની અસર access_time 4:06 pm IST

  • છોટાઉદેપુરના નસવાડી તાલુકાના ઘેઁશવાડી ગામે ઘટના : સેન્ટરીંગ અને મિક્સર મશીનનો સામાન ભરીને જતી વખતે અને શ્રમજીવીઓ ને લઈ જતો ટેમ્પો પલ્ટી માર્યો :એક શ્રમજીવી મહીલા ઘટના સ્થળે નું મોત નિપજયું : અન્ય 6 મજૂરો ઘાયલ : 4 મજૂરો ને સારવાર અર્થે વડોદરા એસ.એસ.જી માં ખસેડાયા: 2 મજૂરો ને નસવાડી સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર ચાલી રહયા છે access_time 2:10 pm IST