Gujarati News

Gujarati News

News of Saturday, 16th March 2019

પાકિસ્તાન ઉઘાડું પડ્યું :મસૂદે પત્ર લખી કહ્યું હું સ્વસ્થ છું અને સ્ટ્રાઈકથી મારૂં કંઈ બગડ્યું નથી

મસૂદે લખ્યું એર સ્ટ્રાઈકથી જૈશના કેમ્પમાં નુકસાન થયુ નથી:મારા સ્વાસ્થ્ય અંગે ખોટી અફવા ફેલાવાઈ છે

નવી દિલ્હી :આતંકવાદી અને જૈશના વડા મસૂદના બચાવમાં ઉતરેલા પાકિસ્તાનનીપોલ ખુલી છે. મસૂદ પાકિસ્તાનમાં ન હોવાનો દાવો ઈમરાન ખાનની સરકાર કરે છે ત્યારે મસૂદ પાકિસ્તાનમાં બેસીને પત્ર લખી રહ્યો છે

    મસૂદે એક પત્રમાં દાવો કર્યો છે કે, ભારતે પીઓકેમાં કરેલી એર સ્ટ્રાઈકથી જૈશના કેમ્પમાં કોઈપણ પ્રકારનું નુકસાન થયુ નથી. અને મારા સ્વાસ્થ્ય અંગે ખોટી અફવા ફેલાવાવમાં આવી રહી છે.

  આ પહેલા પાકિસ્તાનના વિદેશ પ્રદાન શાહ મહમૂદ કુરેશીએ જણાવ્યુ હતુ કે, મસૂદ બીમાર છે જેથી તેને સારવાર આપવામાં આવી રહી છે. મસૂદના નિવેદન બાદ પાકિસ્તાનના વિદેશ પ્રધાનના જૂઠાણાનો ફરીવાર પર્દાફાશ થયો છે.

  મસૂદે પોતાના પત્રમાં કાશ્મીર રાગને પણ આલાપ્યો હતો. તેણે કહ્યુ કે, પુલવામા આતંકવાદી હુમલાની આગ તુરંત બુઝાવાની નથી. જમ્મુ કાશ્મીરમાં આઝાદીની લડાઈ લડવામાં આવી રહી છે. અને આગામી સમયમાં આ લડાઈ આંદોલનનું રૂપ ધારણ કરશે.

(12:27 pm IST)