Gujarati News

Gujarati News

News of Saturday, 16th March 2019

ટાયર ઉત્પાદકો ઉપર દેશભરમાં જીએસટીના દરોડા

૨૨૪ કરોડની ટેકસ ચોરી ઝડપી : ૮ કંપનીના એક જૂથે ૧૨૮૯ કરોડના નકલી બીલ બનાવ્યા : ૧ની ધરપકડ

નવી દિલ્હી તા. ૧૬ : જીએસટી વિંગ દ્વારા ટેક્ષ ચોંટી મામલે મોટી કાર્યવાહી હાથ ધરાઈ છે અહેવાલો મુજબઙ્ગ ટાયર ઉત્પાદક કંપનીમાં દેશભરમાં દરોડા પાડ્યા છે. છેલ્લા બે દિવસમાં જીએસટી અધિકારીઓએ ૨૨૪ કરોડ રૂપિયાની ટેકસ ચોરી ઝડપી છે. આ આઠ કંપનીઓના એક જૂથ દ્વારા ચલાવવામાં આવી છે. જેમણે ૧,૨૮૯ કરોડ રૂપિયાના નકલી બિલ બનાવ્યા.

આ મામલામાં એક શંકાસ્પદની ધરપકડ કરવામાં આવી છે અને ૧૯.૭૫ કરોડની વસૂલાત કરવામાં આવી છે. આ કંપનીઓએ ખરેખર ટી.એમ.ટી. સિરિયા અને અન્ય પ્રોડકટ્સની સપ્લાય કર્યા વગર ૧,૨૮૯ કરોડ રૂપિયાના ખોટા બીલ તૈયાર કર્યા છે, અને તેના પર લગભગ ૨૨૪ કરોડ રૂપિયાનો ઇનપુટ ટેકસ ક્રેડિટ મેળવ્યા છે.

ચાલુ નાણાકીય વર્ષમાં અત્યાર સુધી ૨૦ હજાર કરોડ રૂપિયાની ચોરી અને સર્વિસ ટેકસ (જીએસટી) ઝડપાઇ છે. સરકાર જીએસટીના છેતરપિંડીને રોકવા માટે મહત્ત્।મ પગલાં લેશે અને નવી પદ્ઘતિના નિયમોનું મહત્તમ પાલન કરશે. કર વિભાગના વરિષ્ઠ અધિકારીએ બુધવારે આ માહિતી આપી હતી.

(11:26 am IST)
  • રાજનીતિક પોસ્ટરો પર શહીદોની તસ્વીરોનો ઉપયોગ થવો અયોગ્ય :નાણામંત્રી અરુણ જેટલીએ કહ્યું કે, સશસ્ત્ર દળો દ્વારા કરવામાં આવેલી સર્જીકલ સ્ટ્રાઇક અથવા હવાઇ હુમલો લોકસભા ચૂંટણી અભિયાનનો હિસ્સો ન હોવો જોઇએ access_time 12:51 am IST

  • કોંગ્રેસ કેન્દ્રીય ચૂંટણી સમિતિએ લોકસભા ચૂંટણીની ત્રીજી યાદી પ્રસિદ્ધ કરી access_time 1:27 am IST

  • જનતાને સાવધાન રહેવાની જરૂર :નિષ્ફળતાઓથી ધ્યાન હટાવવાનાં પ્રયાસો કરી રહ્યું છે ભાજપ અને મોદી: બસપા સુપ્રીમો માયાવતીએ કહ્યું કે, જનતાને સાવધાન રહેવાની જરૂર છે access_time 12:51 am IST