Gujarati News

Gujarati News

News of Sunday, 16th February 2020

મહારાષ્ટ્રમાં સરકાર ત્રણ પૈડાંવાળી ઓટોરિક્ષા : ભાજપ ઓપરેશન કમલ ચલાવશે : જે,પી,નડ્ડા

ભવિષ્યમાં રાજ્યમાં કોઈની સાથે ગઠબંધન નહીં થાય

મુંબઈ : મહારાષ્ટ્રમાં ફરી એકવાર રાજકીય નિવેદન તીવ્ર બન્યા છે.ભાજપનાં નેતાઓ સતત નિવેદનો આપી રહ્યા છે કે રાજ્યમાં શિવસેના-કોંગ્રેસ અને એનસીપી સરકારો લાંબા સમય સુધી ચાલશે નહીં, તે ત્રણ પૈડાવાળી ઓટોરિક્ષા છે અને ભાજપ તેની સામે ઓપરેશન કમળ શરૂ કરશે, તે પછી ભાજપ અધ્યક્ષ જે.પી.નડ્ડાએ મોટું નિવેદન આપ્યું છે. જેપી નડ્ડાએ સ્પષ્ટ કર્યું છે કે ભવિષ્યમાં રાજ્યમાં કોઈની સાથે ગઠબંધન નહીં થાય.

  નડ્ડાએ કહ્યું કે, હું તમને ખાતરી આપવા માંગું છું કે ભવિષ્યમાં અમારે કોઈની સાથે ગઠબંધન રાખવાની જરૂર નથી. આગામી ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધ તમામ પક્ષો હશે. હું જોઈ શકું છું કે આગામી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ ક્લીન સ્વીપ કરશે.

 અત્રે ઉલ્લેખનીય છે કે ઓપરેશન કમળ વિશે જે રીતે નિવેદન ચાલી રહ્યું હતું, તે પછી મહારાષ્ટ્રનાં મુખ્ય પ્રધાન, ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે, જો ભાજપની અંદર હિંમત છે, તો રાજ્ય સરકારને પાડીને બતાવે.

(11:28 pm IST)