Gujarati News

Gujarati News

News of Sunday, 16th February 2020

JNU-જામિયા ટોપ યુનિવર્સિટીઓ:બદનામ કરનારને ચલાવી નહીં લઇએ: કેન્દ્રીયમંત્રી

JNU અને જામિયાને કેન્દ્રીય માનવ સંસાધન મંત્રીએ કહી સૌથી સારી યુનિવર્સિટી

નવી દિલ્હી :દિલ્હીમાં જવાહરલાલ નેહરૂ યૂનિવર્સિટી (JNU) અને જામિયા મિલિયા ઇસ્લામિયામાં છેલ્લા કેટલાક સમયથી પ્રદર્શન જોવા મળ્યા છે. ગત દિવસોએ બંને યુનિવર્સિટીમાં મારપીટ, તોડફોડ અને હિંસા જોવા મળી. ત્યારબાદ અહીં અભ્યાસ કરનારા વિદ્યાર્થીઓને લઇને સવાલ ઉઠ્વા લાગ્યા હતા  જોકે, હવે કેન્દ્રીય માનવ સંસાધન મંત્રી રમેશ પોખરિયાલ નિશંકે આ યુનિવર્સિટીઓની પ્રશંસા કરી છે.

             રમેશ પોખરિયાલ નિશંકે કહ્યું, સંસ્થાની ગરિમા નીચે લઇ જવાના પ્રયાસને ચલાવી લેવામાં નહીં આવે કેન્દ્રીય મંત્રી પોખરિયાલે કહ્યું છે કે જવાહરલાલ નેહરૂ યુનિવર્સિટી (JNU), જામિયા અન્ય સંસ્થાઓ ખુબ જ સારી છે. હું શરૂઆતથી આ વાતનો સમર્થન આપતો રહ્યો છું. તેઓએ આગળ કહ્યું કે જે પણ આ સંસ્થાઓની ગરિમાને નીચે લઇ જવાનું કામ કરશે, તેને કોઇપણ કિંમત પર ચલાવી લેવામાં નહીં આવે.

(8:47 pm IST)