Gujarati News

Gujarati News

News of Sunday, 16th February 2020

બજારમાં AGR કટોકટી સહિત પાંચ પરિબળોની સીધી અસર થશે

શેરબજારમાં નવા સપ્તાહમાં સ્થાનિક મોરચે કોઇ ઘટનાક્રમ નથી : દલાલ સ્ટ્રીટની દિશા નક્કી કરવામાં કિલર બનેલા કોરોના વાયરસની ભૂમિકા રહેશે : એજીઆર કટોકટી અંગે કોર્પોરેટ જગતની નજર કેન્દ્રિત થઇ : રિપોર્ટ

મુંબઈ, તા.૧૬ : આવતીકાલથી શરૂ થતાં નવા કારોબારી સેશનમાં વૈશ્વિક ઘટનાક્રમોની અસર વધારે દેખાશે. સ્થાનિક મોરચા પર નવા સપ્તાહ દરમિયાન કોઇ મોટી ગતિવિધિ જોવા મળનાર નથી જેથી શેરબજારમાં દિશા વૈશ્વિક પ્રવાહ ઉપર આધારિત રહેશે. રજાઓના પરિણામ સ્વરુપે મર્યાદિત કારોબારી દિવસ રહેનાર છે. કોરોના વાયરસ સાથે સંબંધિત અહેવાલોની અસર રહી શકે છે. શેરબજારમાં મહાશિવરાત્રીના પ્રસંગ પર શુક્રવારે રજા રહેશે. આ સપ્તાહના ગાળા દરમિયાન ચાર દિવસ જ કારોબાર થશે. મોતીલાલ ઓસ્વાલ ફાઈનાન્સિયલ સર્વિસ લિમિટેડના પ્રમુખ સિદ્ધાર્થ ખેમકાએ કહ્યું છે કે, આગળની વાત કરવામાં આવે તો સ્થાનિક મોરચા પર કોઇ મોટા ઘટનાક્રમની અસર રહેનાર નથી પરંતુ વૈશ્વિક પરિબળો મુખ્યરીતે ભૂમિકા અદા કરી શકે છે. હાલમાં જ મહત્વપૂર્ણ આર્થિક આંકડા જારી કરવામાં આવી ચુક્યા છે. આ સપ્તાહમાં કોરોના વાયરસની અસર મુખ્યરીતે દેખાશે. કારોબારીઓ ક્રૂડ ઓઇલની કિંમતો ઉપર નજર રાખી રહ્યા છે. આરબીઆઈની મોનિટરી કમિટિની બેઠકના પરિણામના સંદર્ભમાં વિગત પણ આ સપ્તાહમાં જારી કરવામાં આવનાર છે.

            વૈશ્વિક બજારોમાં કોરોના વાયરસ અને અન્ય ઘટનાક્રમ મુખ્યરીતે દેખાઈ રહ્યા છે. ગયા સપ્તાહમાં જ હોલસેલ ફુગાવાના આંકડા જાન્યુઆરી મહિના માટેના જારી કરાયા હતા. રિટેલ ફુગાવાના આંકડા પણ જારી કરાયા હતા. તેલ કિંમતો પાંચ કારોબારી સેશન પૈકી ચારમાં સુધરી ચુકી છે જેના લીધે એક સપ્તાહના ગાળામાં જ તેલ કિંમતો પાંચ ટકા સુધી વધી છે. એજીઆરના મોરચા ઉપર નવા ઘટનાક્રમ પર નજર કેન્દ્રિત થઇ છે. સુપ્રીમ કોર્ટે ગયા સપ્તાહમાં જ ટેલિકોમ કંપનીઓની જોરદાર ઝાટકણી કાઢીને ૧.૪૭ લાખ કરોડ રૂપિયાની રકમ વહેલીતકે જમા કરવા માટે કહ્યું હતું. આના લીધે દેવામાં ડુબેલી વોડાફોન-આઇડિયાને સૌથી માઠી અસર થઇ છે. હાલમાં જ મહત્વના આંકડા જારી કરવામાં આવ્યા છે. ૧૪મી ફેબ્રુઆરીના દિવસે હોલસેલ ફુગાવાના આંકડા જારી કરાયા હતા. હોલસેલ કિંમતો પર આધારિત ડબલ્યુપીઆઈ ફુગાવાનો દર જાન્યુઆરી ૨૦૨૦માં ૩.૧ ટકા થયો હતો. જે ગયા મહિને એટલે કે ડિસેમ્બર મહિનામાં ૨.૫૯ ટકા હતો. ડબલ્યુપીઆઈ ફુગાવો જાન્યુઆરી મહિનામાં વધીને ૩.૧ ટકા થયો હતો. ડુંગળી અને બટાકા જેવી જરૂરી ચીજવસ્તુઓની કિંમતોમાં વધારો થવાના પરિણામ સ્વરુપે આ સ્થિતિ સર્જાઈ હતી. એક વર્ષ પહેલા આ મહિનામાં જ ૨.૭૬ ટકા સુધીનો આંકડો રહ્યો હતો. ગયા સપ્તાહની શરૂઆતમાં સીપીઆઈ પર આધારિત ફુગાવાના આંકડા પણ જારી કરવામાં આવ્યા હતા.  જાન્યુઆરી મહિનામાં છ વર્ષની ઉંચી સપાટી તેમાં જોવા મળી હતી. ૭.૫૯ ટકા સુધી આ પહોંચી ગયો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, શાકભાજી, કઠોર અને પ્રોટીન આધારિત ચીજવસ્તુઓની કિંમતમાં ફેરફારના કારણે સીપીઆઈ ફુગાવામાં વધારો થયો હતો. ૧૨મી ફેબ્રુઆરીના દિવસે એનએસઓ દ્વારા જારી કરવામાં આવેલા આંકડામાં આ મુજબની વાત કરવામાં આવી હતી. જાન્યુઆરી મહિનામાં ફુગાવાનો આંકડો આરબીઆઈના મધ્યમ અવધિના ચાર ટકાના ટાર્ગેટ કરતા વધારે રહ્યો હતો.

(7:59 pm IST)