Gujarati News

Gujarati News

News of Sunday, 16th February 2020

કોરોના વાયરસથી ચીનમાં વધુ ૧૪૨ના મોત નિપજ્યા

૨૯ દેશોમાં કેસોની સંખ્યા ૬૯૨૮૨ થઇ : એકલા ચીનમાં જ મામલાની સંખ્યા ૬૮૫૦૭ : જાપાનમાં જીવલેણ વાયરસે આતંક મચાવતા દહેશત જોરદાર વધી

બેજિંગ,તા. ૧૬ : ચીન અને દુનિયાના દેશોમાં કોરોના વાયરસનો આતંક યથાવતરીતે જારી રહ્યો છે. આજે ચીનમાં વધુ ૨૦૧૫ નવા કેસો સપાટી ઉપર આવ્યા હતા જ્યારે વાયરસના કારણે વધુ ૧૪૨ લોકોના મોત થયા હતા. આની સાથે જ ચીનમાં વાયરસના કારણે મોતનો આંકડો ઝડપથી વધીને ૧૬૬૫ સુધી પહોંચી ગયો છે. બીજી બાજુ જાપાનમાં પણ કેસની સંખ્યા રોકેટગતિએ વધતા વિશ્વના દેશો જાપાનને લઇને પણ સાવધાન થયા છે. હાલમાં આ વાયરસના લીધે વિશ્વના ૨૯ દેશો પ્રભાવિત થયેલા છે. આ ૨૯ દેશોમાં કુલ કેસોની સંખ્યા ૬૯૨૮૨ સુધી પહોંચી ગઈ છે જ્યારે કુલ મોતનો આંકડો ૧૬૬૯ સુધી પહોંચ્યો છે. વિશ્વભરમાં રિકવર થયેલા લોકોની સંખ્યા ૯૭૯૦ સુધી પહોંચી છે. ગંભીર રહેલા દર્દીઓની સંખ્યા હાલમાં ૧૧૨૯૯ નોંધાઈ છે જ્યારે આંશિક અસર પામેલા લોકોની સંખ્યા ૪૬૫૨૪ રહી છે. વિશ્વના ૨૮ દેશોમાં એક્ટિવ કેસોની સંખ્યા ૫૭૮૨૩ સુધી પહોંચી છે. 

       ચીન સરકાર દ્વારા વાયરસના ફેલાવાને રોકવા માટે બનતા તમામ પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.  દરરોજ હજારોની સંખ્યામાં નવા કેસો સપાટી પર આવી રહ્યા છે જે સાબિત કરે છે કે કઇ રીતે આ વાયરસે આતંક મચાવી દીધો છે.ચીનમાં ખતરનાક સાબિત થઇ રહેલા કોરોના વાયરસના કારણે મોતનો આંકડો ઝડપથી વધી રહ્યો છે. ચીનમાં સાવેચેતીના તમામ પગલા લેવામાં આવી રહ્યા હોવા છતાં હવે કોરોના વાયરસ બેકાબુ છે. કોરોના વાયરસના કારણે ચીનમાં જે વિસ્તારો  સૌથી અસરગ્રસ્ત થયા છે તેમાં હુઆગાંગ, એઝાઓ, ચીબી, શિઆતાઓ, ઝિજિયાંગ, છિનજિઆંગ, લિચુઆન અને વુહાનનો સમાવેશ થાય છે. સૌથી વધારે પ્રભાવિત વિસ્તારોમાં યુબેઇ પ્રાંત છે. ચીનના જુદા જુદા શહેરોમાં ૬ કરોડથી વધારે લોકો હાલ નિરીક્ષણ હેઠળ રાખવામાં આવ્યા છે.કોરોના  વાયરસને લઇને ઇન્ફેક્શન દુનિયાના દેશોમાં ફેલાઇ રહ્યો છે. ત્યારે સાવચેતીના તમામ પગલા દુનિયાના દેશો લઇ રહ્યા છે.

        ચીન સરકાર દ્વારા યુદ્ધના ધોરણે પગલા લેવામાં આવી રહ્યા હોવા છતાં વાયરસ પર સંપૂર્ણ કાબુ મેળવી શકાયો નથી. જે દર્દી ગંભીર છે તે પૈકી અનેક જીવનમરણ વચ્ચે ઝોલા ખાઇ રહ્યા છે. ચીનમાં હુબેઇ પ્રાંતમાં સૌથી વધારે અસરગ્રસ્ત લોકો છે. સાથે સાથે મોતનો આંકડો પણ અહીં જ સૌથી વધારે નોંધાયો છે. બચાવ અને રાહત કામગીરીમાં આરોગ્ય કર્મચારીઓ એટલી હદ સુધી લાગેલા છે કે તેમને જોઇને સલામ કરી શકાય છે.

         માસ્ક પહેરી પહેરીને તેમના ચહેરા પર ઘા થઇ ગયા છે. ઘાના નિશાન થઇ ગયા છે.હાહાકાર મચાવી રહેલા કોરોના વાયરસને કાબુમાં લેવા માટે યુદ્ધના ધોરણે તમામ પગલા લેવામાં આવી રહ્યા હોવા છતાં તેના પર કાબુ મેળવી લેવામાં હજુ સુધી સફળતા મળી રહી નથી. ચીનના આરોગ્ય વિભાગના તમામ લોકો નિસહાય દેખાઇ રહ્યા છે. માત્ર ચીનમાં જ નહીં બલ્કે દુનિયાના અન્ય દેશો પણ કોરોના વાયરસના કારણે પરેશાન છે. જેમાં ભારત પણ સામેલ છે. અલબત્ત નવા કેસોની સંખ્યા ઘટી છે પરંતુ હજુ કેસો દરરોજ હજારો નોંધાઇ રહ્યા છે. જાપાનમાં કુલ કેસોની સંખ્યા વધીને ૭૬ ઉપર પહોંચી ગઈ છે. હવે જાપાનમાં પણ એકનું મોત થઇ ચુક્યું છે. આંકડા ઉપર નજર કરવામાં આવે તો અસરગ્રસ્તો અને મૃત્યુદરનો આંકડો યથાવત રહ્યો છે.

ચીનમાં કિલર કોરોના

એકલા ચીનમાં ૨૦૦૦ નવા કેસો

બેજિંગ તા. ૧૬ : ચીન અને દુનિયાના દેશોમાં કોરોના વાયરસનો આતંક યથાવતરીતે જારી રહ્યો છે. આજે ચીનમાં વધુ ૨૦૧૫ નવા કેસો સપાટી ઉપર આવ્યા હતા જ્યારે વાયરસના કારણે વધુ ૧૪૨ લોકોના મોત થયા હતા. આની સાથે જ ચીનમાં વાયરસના કારણે મોતનો આંકડો ઝડપથી વધીને ૧૬૬૫ સુધી પહોંચી ગયો છે. બીજી બાજુ જાપાનમાં પણ કેસની સંખ્યા રોકેટગતિએ વધતા વિશ્વના દેશો જાપાનને લઇને પણ સાવધાન થયા છે. ચીનમાં કોરોના વાયરસના આંકડા નીચે મુજબ છે.

ચીનમાં કુલ મોતનો આંકડો......................... ૧૬૬૫

ચીનમાં કુલ કેસોની સંખ્યા........................ ૬૮૫૦૭

ચીનમાં નવા કેસો....................................... ૨૦૧૫

ચીનમાં ૨૪ કલાકમાં મોત............................. ૧૪૨

ચીનમાં ગંભીર અસરગ્રસ્ત................ ૩૦૦૦થી વધુ

ચીનમાં રિકવર લોકો....................... ૪૦૦૦થી વધુ

ચીનમાં કિલર કોરોના

એકલા ચીનમાં ૨૦૦૦ નવા કેસો

બેજિંગ તા. ૧૬ : ચીન અને દુનિયાના દેશોમાં કોરોના વાયરસનો આતંક યથાવતરીતે જારી રહ્યો છે. આજે ચીનમાં વધુ ૨૦૧૫ નવા કેસો સપાટી ઉપર આવ્યા હતા જ્યારે વાયરસના કારણે વધુ ૧૪૨ લોકોના મોત થયા હતા. દુનિયા દેશો પણ કોવિડ વાયરસના કારણે પ્રભાવિત છે. હાલમાં વિશ્વના ૨૯ દેશોમાં કોરોના વાયરસે હાહાકાર મચાવ્યો છે જેમાં સૌથી વધારે અસર ચીનની બહાર જાપાનમાં થઇ છે. એકલા જાપાનમાં છેલ્લા ૨૪ કલાકમાં ૭૬ નવા કેસો સપાટી ઉપર આવ્યા છે અને ૧નું મોત થયું. વિશ્વમાં કોરોના વાયરસના આંક નીચે મુજબ છે.

વિશ્વના કુલ દેશો પ્રભાવિત............................... ૨૯

વિશ્વના કુલ દેશોમાં કેસોની સંખ્યા............. ૬૯૨૮૨

વિશ્વના કુલ દેશોમાં મોત............................. ૧૬૬૯

વિશ્વના દેશોમાં રિકવર દેશો........................ ૯૭૯૦

ગંભીરરીતે અસરગ્રસ્ત લોકોની સંખ્યા....... ૧૧૨૯૯

કેસો બંધ કરી દેવાયા............................... ૧૧૪૫૯

કિલર કોરોનાનો હાહાકાર....

૨૯થી વધુ દેશોમાં કોરોનાએ આતંક મચાવ્યો

બેજિંગ, તા.૧૬ : ચીનમાં ભારે હાહાકાર મચાવી રહેલા કોરોના વાયરસ પર કાબુ મેળવી લેવામાં હજુ સુધી સફળતા મળી નથી. ૨૯ દેશોમાં કોરોના વાયરસનો કાળોકેર જારી રહ્યો છે. ચીન બાદ જાપાનના આરોગ્ય વિભાગ દ્વારા પણ તમામ પગલા લેવાઈ રહ્યા હોવા છતાં આ વાયરસને અંકુશમાં લેવામાં સફળતા મળી નથી. ચીનમાં જે રીતે મોટાભાગે હુબેઇમાં વધુ લોકોના મોત થયા છે તેવી જ રીતે જાપાનમાં જહાજ પર રહેલા લોકોમાં આંકડા વધી રહ્યા છે. વિશ્વના ૨૯ દેસોમાં આતંક મચાવનાર કોરોના વાયરસના આંકડા નીચે મુજબ છે.

દેશ

કુલ કેસ

નવા કેસ

મોત

ચીન

૬૮૫૦૭

૨૦૧૫

૧૬૬૫

જાપાન

૪૧૪

૭૬

સિંગાપુર

૭૨

-

-

હોંગકોંગ

૫૭

૦૧

૦૧

થાઈલેન્ડ

૩૪

-

-

દક્ષિણ કોરિયા

૨૯

૦૧

-

મલેશિયા

૨૨

-

-

તાઈવાન

૧૮

-

-

જર્મની

૧૬

-

-

વિયતનામ

૧૬

-

-

અમેરિકા

૧૫

-

-

ઓસ્ટ્રેલિયા

૧૫

૦૧

-

મકાઉ

૧૦

૦૨

-

ફ્રાંસ

૧૧

૦૫

-

યુએઈ

૦૭

૦૨

-

કેનેડા

૦૭

૦૧

-

ભારત

૦૫

-

ફિલિપાઈન્સ

૦૩

-

૦૧

બ્રિટન

૦૩

-

-

રશિયા

૦૨

-

-

ઇટાલી

૦૩

-

-

અન્ય દેશો

૦૭

૦૧

-

(7:58 pm IST)