Gujarati News

Gujarati News

News of Sunday, 16th February 2020

ટોચની ૧૦ કંપની પૈકીની ૮ કંપનીની મૂડીમાં વધારો થયો

આરઆઈએલની મૂડી ૩૩૫૩૪.૫૬ કરોડ વધી : ટીસીએસ અને અન્ય કંપનીઓની મૂડીમાં વધારો : રિપોર્ટ

મુંબઈ, તા. ૧૬ : શેરબજારમાં છેલ્લા સપ્તાહના કારોબાર દરમિયાન ૧૦ પૈકીની આઠ કંપનીઓની માર્કેટ મૂડીમાં ૧.૦૯ લાખ કરોડ રૂપિયાનો સંયુક્તરીતે વધારો થયો છે. રિલાયન્સની માર્કેટ મૂડીમાં આ ગાળા દરમિયાન સૌથી વધુ વધારો નોંધાયો છે. આ ઉપરાંત ટીસીએસ, હિન્દુતાન યુનિલીવર, આઈસીઆઈસીઆઈ બેંક, ભારતી એરટેલ અને બજાજ ફાઈનાન્સની માર્કેટ મૂડીમાં પણ વધારો થયો છે. શુક્રવારના દિવસે પુરા થયેલા સપ્તાહના ગાળા દરમિયાન માત્ર બે કંપનીઓની માર્કેટ મૂડીમાં ઘટાડો થયો હતો જેમાં એચડીએફસી બેંક અને એચડીએફસીનો સમાવેશ થાય છે. રિલાયન્સની માર્કેટ મૂડી ૩૩૫૩૪.૫૬ કરોડ રૂપિયા વધીને ૯૪૨૪૨૨.૫૮ કરોડ થઇ છે. હિન્દુસ્તાન યુનિલીવરની માર્કેટ મૂડી પણ આ ગાળા દરમિયાન ૨૦૬૧૯.૮૪ કરોડ વધી છે. ટીસીએસની માર્કેટ મૂડી વધીને ૮૧૯૪૪૫.૭૭ કરોડ થઇ છે. આ ઉપરાંત ભારતી એરટેલની માર્કેટ મૂડી ૧૩૯૧૧.૬૮ કરોડ વધી છે. બજાજ ફાઈનાન્સની માર્કેટ મૂડીમાં પણ ઉલ્લેખનીય વધારો થયો છે. બીજી તરફ એચડીએફસી બેંકની માર્કેટ મૂડીમાં આ ગાળા દરમિયાન ૧૨૪૦૯.૧ કરોડ રૂપિયાનો ઘટાડો થયો છે જેથી તેની માર્કેટ મૂડી ઘટીને હવે ૬૬૭૭૮૨.૭૪ કરોડ થઇ છે. કુલ બજાર મૂડીની દ્રષ્ટિએ રિલાયન્સ હજુ પણ પ્રથમ સ્થાને છે. બીજી બાજુ ટીસીએસ બીજા સ્થાને રહી છે. છેલ્લા સપ્તાહના કારોબાર દરમિયાન સેંસેક્સમાં ૧૧૬ પોઇન્ટનો ઉછાળો નોંધાયો હતો. બજારમાં આ ઉથલપાથલનો દોર જારી રહે તેવી શક્યતા દેખાઈ રહી છે. શેરબજારમાં હાલમાં કેટલાક સારા પરિબળોની અસર વચ્ચે સેંસેક્સમાં ઉછાળો નોંધાઈ રહ્યો છે.

માર્કેટ મૂડીમાં વધારો.....

મુંબઈ,તા.૧૬ : શેરબજારમાં છેલ્લા સપ્તાહના કારોબાર દરમિયાન ટોચની ૧૦ કંપનીઓ પૈકીની ૮ કંપનીઓની માર્કેટ મૂડીમાં સંયુક્તરીતે વધારો થયો છે.  રિલાયન્સ ઇન્ડસ્ટ્રીની માર્કેટ મૂડીમાં સૌથી વધુ વધારો થયો છે. જેથી તેની માર્કેટ મૂડી અન્ય કંપનીઓ કરતા ખુબ વધી ગઈ છે.

કંપની

માર્કેટ મૂડીમાં વધારો

કુલ માર્કેટ મૂડી

આરઆઈએલ

૩૩૫૩૪.૫૬

૯૪૨૪૨૨.૫૮

એચયુએલ

૨૦૬૧૯.૮૪

૪૮૮૧૩૨.૬૫

ટીસીએસ

૧૭૬૭૩.૭૩

૮૧૯૪૪૫.૭૭

ભારતી એરટેલ

૧૩૯૧૧.૬૮

૩૦૮૨૯૩.૫૫

બજાજ ફાઈનાન્સ

૮૦૧૪.૯૨

૨૮૭૮૦૨.૯૨

આઈસીઆઈસીઆઈ

૬૧૩૮.૬૫

૩૫૩૨૨૫.૧૮

કોટક મહિન્દ્રા

૫૬૬૬.૭૩

૩૨૧૫૮૬.૮૦

ઇન્ફોસીસ

૩૮૩૨.૮

૩૩૪૮૧૬.૦૨

નોંધ : તમામ આંકડા કરોડમાં છે.

માર્કેટ મૂડીમાં ઘટાડો.....

મુંબઈ,તા.૧૬ : શેરબજારમાં છેલ્લા સપ્તાહના ગાળા દરમિયાન ટોચની ૧૦ કંપનીઓ પૈકીની બે કંપનીઓની માર્કેટ મૂડીમા ઘટાડો થયો છે. છેલ્લા સપ્તાહના ગાળા દરમિયાન એચડીએફસી બેંક અને એચડીએફસીની માર્કેટ મૂડીમાં ઉલ્લેખનીયરીતે ઘટાડો થયો છે. છેલ્લા સપ્તાહમાં સેંસેક્સ વૈશ્વિક અને સ્થાનિક પરિબળો આશાસ્પદ દેખાતા ૧૧૬ પોઇન્ટ ઉછળીને બંધ રહ્યો હતો. આવતીકાલથી નવા સત્રમાં કંપનીઓ વચ્ચે માર્કેટ મૂડીને લઇને જોરદાર સ્પર્ધા જામે તેવા સંકેત દેખાઈ રહ્યા છે. માર્કેટ મૂડીમાં ઘટાડો નીચે મુજબ છે.

કંપની

માર્કેટ મૂડીમાં ઘટાડો

કુલ માર્કેટ મૂડી

એચડીએફસી બેંક

૧૨૪૦૯.૧

૬૬૭૯૮૨.૭૪

એચડીએફસી

૭૭૭.૫૫

૪૧૫૨૨૫.૬૪

નોંધ : તમામ આંકડા કરોડમાં છે.

(7:58 pm IST)