Gujarati News

Gujarati News

News of Sunday, 16th February 2020

છ વર્ષમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૨૨મી વાર વારાણસીમાં પહોંચ્યા છે

બીજી વખત વડાપ્રધાન બન્યા બાદ બીજી વખત : વડાપ્રધાન નરેન્દ્ર મોદી ની સુરક્ષામાં ગાબડા : સપાનો કાર્યકર કાફલાની સામે પહોંચ્યા બાદ તરત થયેલ અટકાયત : જોરદાર વિવાદ

વારાણસી, તા. ૧૬ : વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સંસદીય ક્ષેત્ર વારાણસી પહોંચ્યા હતા. વારાણસીમાં તેમના આજે જુદા જુદા કાર્યક્રમો રાખવામાં આવ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, છેલ્લા છ વર્ષના ગાળા દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આ વારાણસીની ૨૨મી યાત્રા હતી. અહીં મોદીએ વારંવાર અનેક વિકાસ કાર્યો શરૂ કરાવ્યા છે. સાથે સાથે અનાવરણના કાર્યક્રમોમાં પણ પોતે પહોંચ્યા છે. ૨૨મી વખત વડાપ્રધાન મોદી વારાણસી પહોંચ્યા હતા. તેમના આગમનને લઇને પહેલાથી જ સમર્થકોમાં જોરદાર ઉત્સાહ જોવા મળ્યો હતો. મોદીએ વારાણસીમાં પંડિત દિનદયાળ ઉપાધ્યાયની પ્રતિમાનું પણ લોકાર્પણ કર્યું હતું. ઉત્તરપ્રદેશના વારાણસીમાં જુદા જુદા ક્ષેત્રોમાં વિકાસ કામગીરી ઝડપથી ચાલી રહી છે. બીજી બાજુ ચંદોલીમાં દિનદયાળ ઉપાધ્યાયની ૬૩ ફુટ ઉંચી પ્રતિમાનું અનાવરણ કરાયું હતું. મોદી પહોંચ્યા ત્યારે વિરોધ પ્રદર્શન કરવા માટે પણ જુદા જુદા પક્ષોના નેતાઓ પહોંચ્યા હતા. સમાજવાદી પાર્ટીના કાર્યકરોએ કાળા વસ્ત્રો દર્શાવ્યા હતા. કાર્યકરો કાળા જેકેટમાં નજરે પડ્યા હતા. પોતાના સંસદીય ક્ષેત્રમાં પહોંચેલા મોદીનો વિરોધ કરવા માટે મોટી સંખ્યામાં સપાના લોકો પહોંચ્યા હતા. વડાપ્રધાનની સુરક્ષામાં ગાબડાની સ્થિતિ જોવા મળી હતી. જંગમવાડી મઠથી પરત ફરતી વેળા રસ્તામાં રવિદાસ ગેટની પાસે સમાજવાદી પાર્ટીના એક કાર્યકર મોદીના કાફલાની સામે આવી ગયા હતા અને કાળા જેકેટ દર્શાવવાના પ્રયાસ કર્યા હતા. કાફલાની સાથે ચાલી રહેલા એસપીજી તરત જ બહાર આવ્યા હતા અને આરોપીને ઉપાડીને રસ્તાથી દૂર કરી દીધા હતા. આરોપી શખ્સને કસ્ટડીમાં લઇ લેવામાં આવ્યો છે. આરોપીની ઓળખ અજય યાદવ તરીકે થઇ છે જે સમાજવાદી પાર્ટીના પૂર્વ જિલ્લા અધ્યક્ષ સતીષ ફોજીના પુત્ર તરીકે છે. કર્ણાટકના મુખ્યમંત્રી પણ આજે જંગમવાડી મઠ પહોંચ્યા હતા.

(7:54 pm IST)