Gujarati News

Gujarati News

News of Sunday, 16th February 2020

દેશભરમાં આસ્થાના સ્થળોના વિકાસ માટે ઝડપી કામો જારી

કાશી-મહાકાલેશ્વર એક્સપ્રેસને લીલીઝંડી : વડાપ્રધાન નરેન્દ્ર મોદી ના વારાણસી પ્રવાસને લઇને સઘન સુરક્ષા વ્યવસ્થા

વારાણસી, તા. ૧૬ : કાશી-મહાકાલ એક્સપ્રેસને લીલીઝંડી આપ્યા બાદ મોદીએ કહ્યું હતું કે, દેશભરમાં આસ્થા સાથે જોડાયેલા સ્થળોના વિકાસ માટે ઝડપથી કામ જારી છે. હાલમાં ૨૫૦૦૦ કરોડની યોજનાઓ ઉપર કામ ચાલી રહ્યું છે. શિક્ષણ ઉપરાંત તબીબી ક્ષેત્રમાં પણ ખુબ ઝડપથી કામ વારાણસીમાં ચાલી રહ્યું છે. માત્ર ૨૧ મહિનાના ગાળામાં જ ૪૩૦ બેડના સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલને તૈયાર કરાયું છે. મેડિકલ કોલેજ માટે તેઓ મુખ્યમંત્રી યોગી અને અન્ય ટીમને અભિનંદન આપે છે. કાશી, મહાકાલેશ્વર, જ્યોતિર્લિંગોને જોડનાર ટ્રેનને લીલીઝંડી આપવામાં આવી હતી. આ ટ્રેન ૨૦મી તારીખથી દોડશે. મોદીએ સ્વાવલંબન યોજનાના લાભાર્થીઓને પ્રમાણપત્ર આપ્યા હતા. જુદા જુદા વિકાસ કાર્યોની શરૂઆત કરાવી હતી. મોદીના કાર્યક્રમને લઇને મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. આ ઉપરાંત અભૂતપૂર્વ સુરક્ષા વ્યવસ્થા પણ રાખવામાં આવી હતી. હજારો સુરક્ષા જવાનો પહેલાથી જ તૈનાત કરી દેવામાં આવ્યા હતા. મોદીના કાફલાના રસ્તા ઉપર પણ પહેલાથી જ સુરક્ષા વ્યવસ્થા મજબૂત રાખવામાં આવી હતી.

(7:53 pm IST)