Gujarati News

Gujarati News

News of Sunday, 16th February 2020

અનિલ કપૂરની નાયકનું બેનર થયું વાયરલ : દિલ્હીવાસીઓએ કેજરીવાલને કહ્યા-નાયક 2

સમારોહ સ્થળ પર એક બેનરમાં 'નાયક' ફિલ્મના હીરો અનિલ કપૂર સાથે કેજરીવાલ જોવાયા

નવી દિલ્હી ; આજે દિલ્હીના મુખ્યમંત્રી પદે અરવિંદ કેજરીવાલે શપથ લઈ લીધા છે. આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ ત્રીજીવાર મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે. કેજરીવાલ સરકારના પાછલા કાર્યકાળમાં રહેલા બધા મંત્રી મનીષ સિસોદિયા, સત્યેંદ્ર જૈન, ગોપાલરાય, કૈલાશ ગહેલોત, ઇમરાન હુસેન, અને રાજેન્દ્ર પાલ ગૌતમને ફરીથી મંત્રી બનાવવામાં આવ્યા છે.

 દિલ્હીના રામલીલા મેદાનમાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં પહોંચ્યા હતા. અલગ અલગ વેશભૂષામાં કાર્યકર્તાઓ ત્યાં પહોંચ્યા હતા. એક આમ આદમી પાર્ટીનો સમર્થક મોરની વેશભૂષામાં રામલીલા મેદાનમાં પહોંચ્યો હતો તો એ સમારોહ સ્થળ પર એક બેનરમાં 'નાયક' ફિલ્મના હીરો અનિલ કપૂર નજર આવી રહ્યાં હતા. બેનરમાં બીજી તરફ કેજરીવાલની છબી નજર આવી રહી છે અને તેમને નાયક-2 ગણાવવામાં આવ્યા છે.

 બેનરમાં અનિલ કપૂરને નાયક એટલા માટે બતાવવામાં આવ્યા છે કે વર્ષ 2001માં તેમની ફિલ્મ 'નાયક' રીલિઝ થઇ હતી. ફિલ્મમાં અનિલ કપૂર એક ન્યૂઝ ચેનલના પત્રકાર હોય છે. સંજોગોવસાત તેમને મુખ્યમંત્રી સાથે ઇન્ટરવ્યુ કરવાનો અવસર મળી જાય છે અને ત્યારબાદ તેમની જિંદગી બદલાય જાય છે. તેઓ એક દિવસના મુખ્યમંત્રી બને છે. તેમના એક દિવસના મુખ્યમંત્રીના કામથી ખુશ થઇને લોકો અનિલ કપૂરને ચૂંટણી જીતાડીને 5 વર્ષ સુધી રાજ્યના મુખ્યમંત્રી બનાવી દે છે.

(8:00 pm IST)