Gujarati News

Gujarati News

News of Sunday, 16th February 2020

અરવિંદ કેજરીવાલના શપથ ગ્રહણ સમારોહમાં ફરી લિટલ મફલરમેન આકર્ષણનું કેન્દ્ર બન્યો

એક વર્ષના બાળકને શપથવિધિ સમારોહમાં વિશેષ આમંત્રણ અપાયું હતુ.

નવી દિલ્હી : અરવિંદ કેજરીવાલના શપથ ગ્રહણ સમારોહમાં ફરી એક વાર લિટલ મફલરમેન સૌના આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો.

લિટલ મફલરમેન એવા એક વર્ષના બાળકને કેજરીવાલના શપથવિધિ સમારોહમાં વિશેષ આમંત્રણ આપવામાં આવ્યુ હતુ.

આ બાળકનું નામ અય્યાન તૌમર છે.

જે દિલ્હીના મયુરવિહારમાં રહે છે. તેના પિતા આમ આદમી પાર્ટીના સમર્થક છે.

લિટલ મફલરમેન અય્યાન પણ સીએમ કેજરીવાલની જેમ સેવાની કામગીરી કરે તેવી શિક્ષા આપવાની વાત તેના પિતાએ કહી હતી.

(6:50 pm IST)