Gujarati News

Gujarati News

News of Sunday, 16th February 2020

ચીનમાં કોરોના વાયરસનો હાહાકાર યથાવત : હુબેઈ પ્રાંતમાં માત્ર શનિવારે 139 લોકોના મોત

ચીનમાં ૧૬૬૭ લોકોના મોત: એક દિવસમાં હુબેઈમાં ૧૮૪૩ નવા કેસ: જાપાનની ડાયમંડ પ્રિંસેઝ ક્રુઝમાં ૩૫૫ કેસ

નવી દિલ્હી : ચીનમાં કોરોના વાયરસનો કેર યથાવત જોવા મળી રહ્યો છે. માત્ર ચીનમાં મૃતકોની સંખ્યા 1667 થઈ છે. વાયરસથી સૌથી વધુ પ્રભાવિત વિસ્તાર એવા હુબેઈ પ્રાંતમાં માત્ર શનિવારે 139 લોકોના મોત થયા છે. જ્યારે રવિવારે હુબેઈ પ્રાંતમાં એક જ દિવસમાં અઢારસો 43 નવા કેસ દાખલ થયા હતા

શિપમાં રહેલા ત્રણ ભારતીયોને પણ સંક્રમણ આ ઉપરાંત ચીનના વિવિધ 31 પ્રાંતમાં વાયરસના 2009 નવા કેસ નોંધાયા છે. જેમાં હુબેઈ પ્રાંતના 1843 કેસ પણ સામેલ છે. ચીન ઉપરાંત જાપાનના તટીય વિસ્તાર ક્વારૈટાઈન શિપ પર કોરોના વાયરસના 355 મામલા સામે આવી ચુક્યા છે. શિપમાં 3 ભારતીયોને પણ કોરોના વાયરસની અસર છે. શિપમાં કુલ 3 હજાર સાતસો અગિયાર લોકો સવાર છે.

(6:01 pm IST)