Gujarati News

Gujarati News

News of Sunday, 16th February 2020

ઉત્તરપ્રદેશના ગાજીયાબાદમાં પ્રેમમાં પાગલ એક સગીર પુત્રીએ પોતાની માતાની હત્યા કરી

દિલ્હીના વ્રજ વિહાર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતી દિલ્હી પોલીસની હેડ કોન્સ્ટેબલ શશી શુક્લાની સગીર પુત્રીએ પોતાના પ્રેમી સાથે મળીને તેની હત્યા કરી

ગાજીયાબાદઃ સામાન્ય રીતે પ્રેમમાં પાગલ લોકો કંઈપણ કરી છૂટવા માટે તૈયાર હોય છે. પોતાના પ્રેમને પામવા માટે પ્રેમી કે પ્રેમિકા પતિ કે પત્નીની હત્યા કરતા હોય છે. પરંતુ ઉત્તર પ્રદેશમાં એક એવી ઘટના બની છે જેના વિશે જાણીને ભલભલા હલી જાય.

ઉત્તર પ્રદેશના ગાજિયાબાદમાં પ્રેમમાં પાગલ એક સગીર પુત્રીએ પોતાની માતાની હત્યા કરી દીધી હતી. દિલ્હીના વ્રજ વિહાર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતી દિલ્હી પોલીસની હેડ કોન્સ્ટેબલ શશી શુક્લાની સગરી પુત્રીએ પોતાના પ્રેમી સાથે મળીને તેની હત્યા કરી હતી.

પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યા પ્રમાણે હત્યા પાછળનું કારણ એ છે કે સગીર પુત્રીના પ્રેમ વચ્ચે માતા અડચણ બનતી હતી. જેથી પોલીસ કર્મી મહિલાની પુત્રીને ગમતું ન હતું. આ સનસનીખેજ હત્યા પછી પોલીસબેડામાં ચકચાર મચી ગઈ હતી.

ઘટનાની તપાસ કરવામાં આવી ત્યારે સત્ય બહાર આવ્યું હતું. પોલીસને શરૂઆતથી જ મહિલાની હત્યામાં તેની પુત્રીનો હાથ હોવાની શંકા હતા. જ્યારે પોલીસે સગીર પુત્રી સાથે કડકાઈથી પૂછપરછ કરી હતી ત્યારે તે હારી ગઈ અને સમગ્ર ઘટનાનો ખુલાશો કર્યો હતો.

ઉલ્લેખનીય છે કે, મહિલા પોલીસકર્મી પોતાની સગીર પુત્રીને યુવકથી દૂર રહેવાનું વારંવાર કહેતી હતી. જે સગીરાને પસંદ ન હતું. એટલા માટે તેણે પોતાની માતાને રસ્તમાંથી હટાવવા માટે ભયંકર ષડયંત્ર બનાવ્યું હતું. ગુનો કબૂલ્યા પછી પોલીસે આરોપી યુવતી અને તેના પ્રેમીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી કરી હતી.

(12:28 pm IST)