Gujarati News

Gujarati News

News of Sunday, 16th February 2020

એરટેલે લોન્ચ કર્યો સસ્તો પ્લાનઃ ૧૯ રૂપિયાનો રિચાર્જ કરાવો અને માણો બે દિવસ અનલિમિટેડ ફ્રી કોલ અને ૨૦૦ MB ઇન્ટરનેટ ડેટાની મજા

મુંબઈ : જો તમારે ઓછી કિંમતમાં વધુ ફાયદાવાળો પ્લાન ઈચ્છો છો તો એરટેલ આપને સારી તક આપી રહી છે. ઓછી કિંમતમાં કંપની અનલિમિટેડ કૉલિંગ જેવા ફાયદા ઑફર કરે છે.

એરટેલ પોતાના પ્રીપેડ રિચાર્જ પ્લાનની યાદીમાં 19 રૂપિયા જેવો ખૂબ સસ્તો પ્લાન પણ આપી રહી છે, જ્યાં ગ્રાહકોને ફ્રી કૉલિંગનો ફાયદો મળે છે. આવો જાણીએ આ પ્લાનની તમામ વિગત...

Airtelના 19 રુપિયાવાળા પ્લાનમાં અનેક ફાયદા :

એરટેલે પોતાના આ પ્લાનને ‘Truly Unlimited’ કેટેગરીમાં રાખ્યો છે, એટલે કે તેમાં અનલિમિટેડ કૉલિંગ મળે છે. આ પ્લાનની ખાસિયતની વાત કરીએ તો તે તેનું ફ્રી કૉલિંગ જ છે કારણ કે આટલી ઓછી કિંમતમાં Unlimited Call ખૂબ ફાયદારૂપ છે.

આ પ્લાનની વેલિડિટી માત્ર બે દિવસની છે. તો એરટેલ ગ્રાહક 19 રૂપિયાવાળા રિચાર્જ કરાવીને બે દિવસ સુધી મફતમાં વાતો કરી શકો છો. ઇન્ટરનેટ ડેટાની વાત કરીએ તો ગ્રાહકોને તેમાં 200MB ડેટા આપવામાં આવી રહ્યો છે. આ પ્લાનમાં ફ્રી SMSની સુવિધા નથી.

149 રૂપિયાવાળા પ્લાનમાં પણ ફ્રી કૉલિંગ : એરટેલના આ પ્લાનમાં પણ યૂઝર્સને દરેક નેટવર્ક પર અનલિમિટેડ કૉલિંગનો ફાયદો આપવામાં આવી રહ્યો છે. પ્લાનમાં યૂઝર્સને કુલ 2 GB ડેટા આપવામાં આવી રહ્યો છે. તેની સાથે જ તેમાં કુલ 300 SMS પણ મળશે. પ્લાનની વેલિડિટી 28 દિવસની છે.

તેમાં ગ્રાહકોને ફ્રી Hello Tunesની સુવિધા મળશે. તેમાં Unlimited Wynk Music અને એરટલે Xtreme Appનો બેનિફિટ પણ આપવામાં આવે છે. એરટેલ Xtremeમાં 370થી વધુ લાઇવ TV ચેનલ, 10 હજારથી વધુ ફિલ્મો અને TV Shows સામેલ છે.

(11:41 am IST)