Gujarati News

Gujarati News

News of Sunday, 16th February 2020

ભારતીય સૈન્યમાં સામેલ થશે MQ 9 રીપર ડ્રોનઃ માનવરહિત આ ડ્રોનથી દુશ્મનની ખોજ ખબર લેવાની સાથે જ દુશ્મનનો સફાયો પણ કરી શકાશે

નવી દિલ્હી : ભારત પાસે આગામી થોડા જ મહિનાઓમાં એક એવું અદ્રશ્ય આસમાની કાલ આવશે જેની શક્તિ જોઇને અને તે અંગે સાંભળીને પાકિસ્તાનમાં બેઠેલા આતંકવાદીઓનાં હોશ ઉડી જશે. આ અદ્રશ્ય આસમાની કાલનું નામ છે MQ 9 રીપર ડ્રોન. અમેરિકાનાં આ ખતરનાક ડ્રોને ભારત પોતાનાં સામકિર બેડામાં સમાવેશ કરવા માંગે છે. આ મહિને જ્યારે રાષ્ટ્રપતિ ટ્રમ્પ ભારત આવશે તો આ ડ્રોનની ખરીદી અંગે ભારત અને અમેરિકાની સામે પ્રસ્તાવ મુકી શકે છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આ ડ્રોન કઇ રીતે દુશ્મન પળવારમાં વિનાશ કરી શકે છે. 

આતંકવાદી ભાગવાનો પ્રયાસ કરશે તો પણ થઇ જશે સ્વાહા
MQ 9 રીપર ડ્રોન દુશ્મનોને હવાઇ કાળ છે. અમેરિકાનું આ UCAV એટલે કે અનમેન્ડ કોમ્બેટ એરિયલ વ્હીકલ ભલે કોઇ નાના વિમાન જોવા હોઇ શકે છે પરંતુ તેની શક્તિ વધારે છે. તે અમેરિકાનું કોમ્બેટ ડ્રોન છે. એટલે કે આ ડ્રોન દ્વારા માત્ર દુશ્મન પર નજર જ નહી રાખે પરંતુ તેનો ઉપયોગ કોઇ ફાઇટર વિમાનની જેમ કરવામાં આવી શકે છે. જેવું કે નામથી જ સાબિત થાય છે, તે માનવરહિત છે. તેની ઉડ્યન માટે કોઇ પણ પાયલોટની જરૂર નથી હોતી. આ રિમોટ સંચાલિક ડ્રોન છે. દુશ્મનનાં આ ગઢમાં જવાનો મોકલ્યા વગર તે દુશ્મનની ખોજ ખબર લેવાની સાથે જ દુશ્મનનો સફાયો પણ કરી શકે છે. 

આ છે MQ 9 રીપર ડ્રોનની ખુબીઓ
MQ 9 રીપર ડ્રોનનાં આક્રમક હુમલા માટે તૈયાર કરવામાં આવે છે. કોઇ પણ પ્રકારનો અવાજ કર્યા વગર હુમલો કરવા માટે સક્ષમ છે. અનેક સો કિલોમીટર દુરથી સંચાલિત હોય છે. થોડા સમયમાં લક્ષ્ય અંગે નિશાન લગાવે છે. રેકી અને હવાઇ હુમલા માટે ઉપયોગ થાય છે. મૂવેબલ ટાર્ગેટ અંગે પણ નિશાન લગાવવામાં માહેર છે. માત્ર લક્ષ્યને નિશાન બનાવવાનું છે તેની આસપાસ ઓછુ નુકસાન પહોંચાડે અને સૌથી ખાસ વાત તે દુશ્મનની રડારની પકડમાં પણ નથી આવતું.

(11:39 am IST)