Gujarati News

Gujarati News

News of Sunday, 16th February 2020

યુવાઓને નોકરીઓ આપે યોગી સરકારઃ બે વર્ષમાં વધ્યા ૧ર.પ લાખ બેરોજગારઃ કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીની સટાસટી

         કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી ઉતરપ્રદેશની યોગી સરકાર પર લગાતાર નિશાન સાધી રહી છે હવે રોજગારના મુદા પર પ્રિયંકા ગાંધીએ યોગી સરકાર પર હુમલો કર્યો છે.

         પ્રિયંકા  ગાંધીએ ટવિટ કરી કહ્યુ કે સરકારનું કામ હોય છે કે નોકરીઓ આપે, પણ  યુપી સરકાર દર વર્ષે બેરોજગારોને વધારવાનુ કામ કરી રહી છે.  મંત્રીજીએ વિધાનસભામા જવાબ આપી કહ્યું છે કે છેલ્લા ર વર્ષમા ૧ર.પ લાખ રજીસ્ટર બેરોજગાર વધી ગયા.  હવે બીજેપી વાળાના નકલી દાવાને જુઓ અન તેની હકીકત જુઓ યુવાનો ખુબજ પરેશાન છે.

(12:00 am IST)