Gujarati News

Gujarati News

News of Sunday, 16th February 2020

અસહમતિને રાષ્ટ્ર વિરોધી અને લોકતંત્ર વિરોધી બતાવવી લોકતંત્ર પર હુમલો: જસ્ટિસ ડીવાઇ ચંદ્રચૂડ

હિન્દુ રાષ્ટ્ર અને મુસ્લિમ રાષ્ટ્રની થીયરીને ફગાવતા કહ્યું કે બંધારણ નિર્માતાઓએ 'રિપબ્લિક ઓફ ઇન્ડિયા' ની બુનિયાદ રાખી છે

અમદાવાદ : સુપ્રીમ કોર્ટના જજ જસ્ટિસ ડીવાઇ ચંદ્રચૂડે 'અસહમતિ' ને લોકતંત્રનો 'સેફ્ટી વૉલ્વ' કરાર આપતાકહ્યું કે અસહમતિને રાષ્ટ્ર વિરોધી અને લોકતંત્ર વિરોધી બતાવવી લોકતંત્ર પર હુમલો છે.

 તેઓએ કહ્યું કે વિચારોને દબાવી દેવા દેશની અંતરઆત્માને દબાવા જેવુ છે. તેઓની આ ટિપ્પ્ણી એવા સમયે આવી છે જ્યારે સંશોધિત નાગરિકાત કાયદો અને એનઆરસીને લઇને દેશના તમામ ભાગોમાં મોટા પ્રમાણમાં વિરોધ પ્રદર્શન થઇ રહ્યા છે.

   સુપ્રીમ કોર્ટના સીનિયર જજ ડીવાઇ ચંદ્રચૂડએ શનિવારે હિન્દુ રાષ્ટ્ર અને મુસ્લિમ રાષ્ટ્રની થીયરીને ફગાવી દીધી છે. જજે કહ્યું છે કે બંધારણ નિર્માતાઓએ 'રિપબ્લિક ઓફ ઇન્ડિયા' ની બુનિયાદ રાખી છે. ગુજરાતમાં પોતાના એક લેક્ચર દરમિયાન ચંદ્રચૂડે આમ વાત કહી. તેઓ 15માં જસ્ટિસ પીડી દેસાઇ મેમોરિયલ લેક્ચરમાં પોતાના વિચાર રજૂ કરવા માટે અમદાવાદ પહોંચ્યા હતા

  જસ્ટિસ ચંદ્રચૂડે અમદાવાદમાં ગુજરાત હાઇકોર્ટના ઓડિટોરિયમમાં 15મી પી ડી મેમોરિયલ લેક્ચરમાં આમ વાત કહી. તેઓએ કહ્યું કે અસહમિત પર અંકુશ લગાવવા માટે સરકારી તંત્રનો ઉપયોગ ડરની ભાવના પેદા કરે છે જે કાયદાના શાસનનું ઉલ્લંઘન કરે છે. તેઓએ કહ્યું કે અસહમિતને રાષ્ટ્ર વિરોધી અને લોકતંત્ર વિરોધી બતાવી દેવી બંધારણીય મૂલ્યોના સંરક્ષણ અને વિચાર વિમર્શ કરનારા લોકતંત્રને પ્રોત્સાહન આપવા પ્રત્યે દેશની પ્રતિબદ્ધતાની મૂળ ભાવના પર પ્રહાર કરે છે.

  જસ્ટિસ ચન્દ્રચૂડે કહ્યું કે અસહમતિનું સંરક્ષણ કરવું એ યાદ કરાવે છે લોકશાહી રૂપે એક ચૂંટાયેલી સરકાર આપણાને વિકાસ અને સામાજિક સમન્વય માટે એક સાચુ હથિયાર આપે છે. એ (સરકાર) એ મૂલ્યો અને બાબતો પર ક્યારેય એકાધિકારનો દાવો ન કરી શકે જે આપણા બહુલવાદી સમાજને વ્યાખ્યાયિત કરે છે.

(12:00 am IST)