Gujarati News

Gujarati News

News of Saturday, 16th January 2021

જમવાનું આપવામાં મોડું કરતા કોંગ્રેસના નેતાના બે કૂતરાએ કેરટેકરને ફાડી ખાદ્યો

બંને ખુંખાર બનેલા પાલતુ કૂતરાએ જમીન પર પાડી મારી નાંખ્યો :ચહેરાને બહુ ખરાબ રીતે ચીરી વિકૃત કર્યો

કુડ્ડાલોરઃ તમિલનાડુમાં એક વિચિત્ર છતાં ભયાનક ઘટની થઇ ગઇ. જેમાં કોંગી નેતાના બે રોટવિલર કૂતરાએ કેરટેકરને ફાડી ખાધો. તેના કાન પણ ચાવી ગયા. આ બંને પાલતુ  કૂતરાને ખેતરોની દેખરેખ માટે લાવવામાં આવ્યો હતો.

ઘટના તમિલનાડુના કુડ્ડાલોર જિલ્લાના ચિદમ્બરમ ગામના એક ખેતરની છે. જ્યાં મંગળવારે રોટવિલર જાતિના બે કૂતરાએ ખેતરની રખવાળી કરનારા કેરટેકર પર હુમલો કરી મારી નાંખ્યો. 86 વર્ષના કેરટેકરનું નામ જીવનનાથમ હોવાનું મીડિયા રિપોર્ટમાં કહેવાયું છે.

મીડિયા રિપોર્ટ મુજબ જીવનાથમ દરરોજ આ બંને પાલતુ કૂતરાને ખાવાનું આપતો હતો. પરંતુ મંગળવારે તેમને ભોજન આપવામાં મોડું થઇ ગયું. તેથી રોષે ભરાયેલા કૂતરાઓએ જીવનાથમ પર હુમલો કરી દીધો હતો.

જીવનાથમ વલ્લમપડ્ડગઇ ગામનો રહેવાસી હતો. જે કોંગ્રેસી નેતા એન વિજયસુંદરમના ખેતરમાં કેરટેકર તરીકે કામ કરતો હતો. આ ખેતર વિજયસુંદરમનું હોવાનું જણાયું છે. જેમણે 3 વર્ષ પહેલાં 2 રોટવિલર પાલતુ કૂતરા ખરીધ્યા હતા. આ બંને કૂતરાને ખેતરની રખેવાળી માટે રાખ્યા હતા. જે પાકની સુરક્ષા કરવામાં જીવનાથમને સાથ આપતા હતા.

જીવનાથમ સવારમાં જ બંને કૂતરાને ભોજન આપી દેતો હતો. મગળવારે જીવનાથમ તેમને ખાવાનું આપવાનું ભૂલી ગયો. જ્યારે સાંજે તે પાછો આવ્યો તો ભડકેલા કૂતરા તેના પર તૂટી પડ્યા હતા. કહેવાય છે કે તેનું કાન પણ ચાવી ગયા.

કહેવાય છે કે હુમલા વખતે જીવનાથમે ભાગવાની પણ કોશીશ કરી હતી. પરંતુ બંને ખુંખાર બની ગયેલા પાલતુ કૂતરાએ તેને દોડીને પકડી પાડ્યો અને જમીન પર પાડી મારી નાંખ્યો. ચહેરાને બહુ ખરાબ રીતે ચીરી વિકૃત કરી નાંખ્યો. જેથી ઘટનાસ્થળે જ જીવનાથમનું મોત થઇ ગયું.

રોવિલર જાતિના આ કૂતરા ખતરનાક હોવાનું કહેવાય છે. પરંતુ ભડકી જવાના કેસમાં તે હુમલો કરી દે છે. સામાન્ય રીતે પોલીસ બેડામાં સ્નીપર ડોગ તરીકે તેમનો ઉપયોગ થાય છે.

આવી જ ક્રૂર ઘટના મે 2020માં તમિલનાડુમાં જ બની હતી જ્યાં ચેન્નાઇમાં રોટવિલરનો માલિક ભૂલથી ઘરનો દરવાજો બંધ કરવાનું ભૂલી ગયો હતો. જેનો લાભ લઇ આ ખતરનાક કૂતરો બહાર આવી ગયો.

તે સમયે વર્ષનો કિશોર કંઇક ખરીદી કરવા દુકાને જઇ રહ્યો હતો. ત્યારે જ કૂતરાએ તેના પર હુમલો  કરી દીધો. એ પણ ઓટલો ખતરનાક કે છોકરાની ખોપડી ફાડી ચાવી ગયો હતો.

(9:28 am IST)
  • સમાજવાદી પાર્ટીના કદાવર નેતા આઝમ ખાં ને ઝટકો : જોહર યુનિવર્સીટીની 70 હેકટર જમીન યુ.પી.સરકારના નામે થઇ જશે : એસ.પી.પાર્ટીના રાજમાં સેંકડો વીઘા જમીન જોહર ટ્રસ્ટને પાણીના ભાવે અપાઈ હતી : એ.ડી.એમ.કોર્ટનો ચુકાદો access_time 8:14 pm IST

  • સમગ્ર પાટનગર ઉપર : ધુમ્મસની ચાદર છવાઇ ગઈ :આજે સવારે રાજધાની નવી દિલ્હીના લગભગ તમામ વિસ્તારો ઉપર ગાઢ ધુમ્મસની ઘેરી ચાદર છવાઈ ગયાનું દ્રશ્ય જોવા મળતું હતું. આવતા ચોવીસ કલાકમાં ટેમ્પરેચરમાં થોડો ઘટાડો થશે. દિલ્હી એરપોર્ટ ઉપર આવતી અને જતી ઘણી ફ્લાઇટો આ ધુમ્મસને લીધે મોડી થઈ રહી હતી. સવારે સાડા આઠ વાગ્યે પણ દિલ્હી એરપોર્ટ ના રન-વે ઉપર ઝીરો વિઝિબિલિટી જોવા મળી હતી. access_time 11:39 am IST

  • ' માનવ જબ જોર લગાતા હૈ ,પથ્થર પાની બન જાતા હૈ ' : વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ ટીકાકરણની શરૂઆત પ્રસંગે રાષ્ટ્રકવિ રામધારી સિંહ દિનકરની કવિતાની પંક્તિ ટાંકી : પ્રથમ તબક્કે 1 કરોડ હેલ્થ વર્કર ,તથા 2 કરોડ ફ્રન્ટલાઈન વર્કર્સને રસી અપાશે access_time 11:08 am IST