Gujarati News

Gujarati News

News of Tuesday, 15th December 2020

દેશમાં કોરોનાની સામુહિક રસીકરણ માટે સરકારની મોટી તૈયારી : વધુ એક વેક્સિનને ક્લિનિકલ ટ્રાયલને પરવાનગી

29,000 કોલ્ડ ચેન પોઈન્ટ્સ, 240 વોક ઈન કૂલર્સ, 70 વોક ઈન ફ્રિઝર્સ, 45000 આઈસ લાઈન્ડ રેફ્રિઝરેટર, 41000 ડિપ ફ્રિઝર્સ અને 300 સોલર રેફ્રિઝરેટરનો ઉપયોગ

નવી દિલ્હી : કોરોના વાયરસની સ્થિતિને લઈને સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના સચિવ રાજેશ ભૂષણે જણાવ્યું કે, પ્રતિ 10 લાખની જનસંખ્યા પર કોરોનાના કુલ કેસ ભારતમાં સૌથી ઓછા છે. ભારતમાં જ્યાં આ સંખ્યા પ્રતિદિવસ દસ લાખે 7,178 છે, જ્યારે દુનિયાભરના સરેરાશ 9,000 કેસ છે.

તેમને કોરોનાની રસી લગાવવાની તૈયારી પર કહ્યું છે કે, તે માટે 29,000 કોલ્ડ ચેન પોઈન્ટ્સ, 240 વોક ઈન કૂલર્સ, 70 વોક ઈન ફ્રિઝર્સ, 45000 આઈસ લાઈન્ડ રેફ્રિઝરેટર, 41000 ડિપ ફ્રિઝર્સ અને 300 સોલર રેફ્રિઝરેટરનો ઉપયોગ કરવામાં આવશે અને આ બધો જ સામાન રાજ્ય સરકારો પાસે મોકલી દેવામાં આવ્યો છે.

રાજેશ ભૂષણે જણાવ્યું કે, રસીકરણ પછી પ્રતિકૂળ કેસ સામે આવે તે એક ગંભીર વિષય છે, જ્યારે અમે એક સામૂહિક રસીકરણ કાર્યક્રમ ચલાવી રહ્યાં છે, ત્યારે પ્રતિકૂળ પરિણામ સામે આવી શકે છે, આ ગર્ભવતી મહિલાઓ અને બાળકોમાં જોવા મળી શકે છે.

તેમને કહ્યું, જ્યારે કોવિડ-19ની રસીકરણ શરૂ થશે તો આપણે તેની સાઈડ ઈફેક્ટને નજર અંદાજ કરી શકીએ નહીં. જે દેશોમાં રસીકરણ શરૂ થઇ ચૂક્યું છે, ખાસ કરીને બ્રિટનમાં, ત્યાં પણ પ્રથમ દિવસથી સાઇડ ઈફેક્ટની ઘટનાઓ સામે આવી છે. તેથી તે જરૂરી છે કે, રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશ પણ આના માટે તૈયાર રહે.

આ પ્રેસ કોન્ફ્રન્સમાં નીતિ આયોગના સભ્ય (સ્વાસ્થ્ય) ડોક્ટર વી.કે પોલે કહ્યું કે, આ સપ્તાહ ડ્રગ્સ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયાએ ભારતની વધુ એક વેક્સિનને ક્લીનિકલ ટ્રાયલની પરવાનગી આપી દીધી છે.

તેમને જણાવ્યું કે, જેનોઆ કંપની ભારત સરકારની રિસર્ચ એજન્સી ડિપાર્ટમેન્ટ ઓફ બાયોટેકનોલોજીની મદદથી વેક્સિન બનાવી રહી છે, તેથી સમય દેશમાં છ ક્લિનિકલ ટ્રાયલ ચાલી રહ્યું છે.

(11:20 pm IST)