Gujarati News

Gujarati News

News of Tuesday, 15th December 2020

કૂતરા માટે રોટલી ન બનાવી તો ભાઈએ બહેનને ગોળી મારી

ઉત્તર પ્રદેશના મેરઠમાં એક ચોંકાવનારો કિસ્સો : બહેનની હત્યા કર્યા બાદ ભાઈએ જાતે ફોન કરી તેના વિશે પોલીસને જાણકારી આપી અને આત્મસમર્પણ કર્યુ

મેરઠ,તા.૧૫ :ઉત્તર પ્રદેશના મેરઠમાં એક ચોંકાવનારા સામે સામે આવ્યા છે જેમાં એક ભાઈએ પોતાની બહેનની ગોળી મારીને હત્યા કરી દીધી. આ ઘટનાથી આસપાસના વિસ્તારમાં સનસની ફેલાઈ ગઈ છે. બીજી તરફ બહેનની હત્યા કર્યા બાદ ભાઈએ જાતે ફોન કરી તેના વિશે પોલીસને જાણકારી આપી અને આત્મસમર્પણ કરી દીધું. હવે પોલીસે મામલો નોંધી તપાસ શરૂ કરી દીધી છે. સાથોસાથ લાશને કબજામાં લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી છે. મળતી જાણકારી મુજબ, મામલો મેરઠના ગંગાનગર સ્થિત કૈલાશ વાટિકાનો છે. કૈલાશ વાટિકામાં રહેનારો આશીષ કન્ટ્રોંક્શનની સાથોસાથ પ્રોપર્ટી ડીલરનું પણ કામ કરે છે. આશીષ કૂતરા પણ પાળી રહ્યો છે.

           પોલીસના જણાવ્યા મુજબ, આશીષે પોતાની બહેન પારૂલને કૂતરાઓ માટે રોટલી બનાવવા માટે કહ્યું હતું જેનો તેણે ઈક્નાર કરી દીધો હતો. આ વાત પર ભાઈ અને બહેનની વચ્ચે ઝઘડો થયો હતો. આરોપ છે કે, આ ઝઘડાના કારણે આશીષે પિસ્તોલથી બહેન પારૂલને પહેલા માથા અને પછી છાતીમાં ગોળી મારી દીધી. તેનાથી પારૂલનું ઘટનાસ્થળે જ મોત થઈ ગયું. ગોળીનો અવાજ સાંભળીને પારૂલની માતા તથા આસપાસના લોકો દોડીને ઘટનાસ્થળે પહોંચ્યા, જ્યાં પારૂલની લાશ જમીન પર પડી હતી. આશીષે જાતે જ પોલીસને ફોન કરીને ઘટનાની જાણકારી આપી. બીજી તરફ, ઘટનાની વિશે માહિતી મળતાં જ ગંગાનગર પોલીસ અને ભાવનપુર પોલીસ સ્ટાફ ઘટનાસ્થળે પહોંચ્યો અને આશીષની ધરપકડ કરી લીધી. એસપી કેશવ કુમારે જણાવ્યું કે પારૂલની લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવી છે. પૂછપરછમાં આરોપી ભાઈ આશીષે જણાવ્યું છે કે કૂતરાઓ માટે ખાવાનું નહીં બનાવવા પર તેની બહેન પારૂલની હત્યા કરી દીધી. બીજા મુદ્દાઓ ઉપર પણ તપાસ કરવામાં આવી રહી છે.

(7:25 pm IST)