Gujarati News

Gujarati News

News of Tuesday, 15th December 2020

' NAM સૌંદર્ય સ્પર્ધા ' : અમેરિકાના ઓર્લાન્ડો ફ્લોરિડામાં યોજાનારી સૌંદર્ય સ્પર્ધા : રાષ્ટ્રીય કક્ષાની સૌંદર્ય સ્પર્ધાના નિર્ણાયક તરીકે મિસ વર્લ્ડ અમેરિકા વોશિંગટન ઇન્ડિયન અમેરિકન શ્રી સૈનીને આમંત્રણ

ફ્લોરિડા : અમેરિકામાં 4 થી 24 વર્ષની મહિલાઓ માટે 2003 ની સાલથી  યોજાતી જુદી જુદી કેટેગરીની સ્પર્ધાના ચાલુ વર્ષના નિર્ણાયક તરીકે મિસ વર્લ્ડ અમેરિકા વોશિંગટન 2020 ખિતાબ વિજેતા ઇન્ડિયન અમેરિકન 24 વર્ષીય શ્રી સૈનીને આમંત્રણ આપવામાં આવ્યું છે.

આ સ્પર્ધામાં દર વર્ષે 700 જેટલા સ્પર્ધકો ભાગ લ્યે છે.જે માટે જુદી જુદી કેટેગરી જેવી કે પર્સનલ ઇન્ટ્રોડક્શન ,ફોર્મલ વિઅર ,ઇન્ટરવ્યુ ,તથા કોમ્યુનિટી સર્વિસ વિભાગો રાખવામાં આવે છે.

શ્રી સૈનીએ નિર્ણાયક તરીકેના રોલ અંગે જણાવ્યું હતું કે દરેક સ્પર્ધકને  સ્માઇલિંગ સાથે આવકાર આપવો જોઈએ જેથી તેને પ્રોત્સાહન મળે છે.

ઉલ્લેખનીય છે કે શ્રી સૈની જુદા જુદા નોનપ્રોફિટ સંગઠનો સાથે જોડાયેલા છે.તથા સોશિઅલ એક્ટિવિસ્ટ છે.

(6:56 pm IST)