Gujarati News

Gujarati News

News of Tuesday, 15th December 2020

દિલ્‍હીની એઇમ્‍સ હોસ્‍પિટલના નર્સ યુનિયનની હડતાળનો છઠ્ઠો દિવસઃ માંગણી સ્‍વીકારો અથવા તો કમ સે કમ અનુકૂળ જવાબ આપવા માંગણી

ઓલ ઇન્ડિયા ઇન્સ્ટીટ્યુટ ઑફ મેડિકલ સાયન્સીઝમાં કામ કરતી નર્સના યુનિયન બેમુદત હડતાળનો આજે છઠ્ઠો દિવસ છે. જેના પગલે કોરોનાકાળમાં દર્દીઓને મુશ્કેલીઓ પડી રહી છે દર્દીઓને રિટર્ન મોકલાઈ રહ્યાં છે..

નર્સ યુનિયને કહ્યું હતું કે લાંબા સમયથી અમારી માગણીઓ ઊભી છે. એની તરફ AIIMSના સંચાલકોએે ધ્યાન આપ્યું નથી. અમારી માગણીઓ સ્વીકારો અથવા કમ સે કમ અનુકૂળ જવાબ આપો. આ યુનિયન હડતાળ પર છે જેમાં 5000 નર્સો છે. આ લોકોની માગણીમાં છઠ્ઠા વેતન પંચની ભલામણોનો અમલ કરવાની પણ એક માગણી હતી.

(5:27 pm IST)