Gujarati News

Gujarati News

News of Tuesday, 15th December 2020

Cisco ના પૂર્વ કર્મચારી ભારતીય મૂળના એન્જીનીઅર સુધીશ કસાબ રમેશને 2 વર્ષની જેલસજા : નોકરીમાંથી છુટા થયા પછી કંપનીના ડેટા સાથે ચેડા કરી કંપનીને 2.4 મિલિયન ડોલરનું નુકશાન પહોચાડ્યું

ન્યુયોર્ક : Cisco ના પૂર્વ કર્મચારી ભારતીય મૂળના એન્જીનીઅર 31 વર્ષીય સુધીશ    કસાબ રમેશને 2 વર્ષની જેલસજા થઇ છે.તેના ઉપર કંપનીમાંથી છુટા થયા પછી પણ બિનઅધિકૃત રીતે કંપનીના ડેટા સાથે ચેડા કરી કંપનીને 2.4 બિલિયન    ડોલરનું  નુકશાન પહોંચાડવાનો આરોપ હતો.

સુધીશે જુલાઈ 2016 થી એપ્રિલ 2018 દરમિયાન કંપનીમાં કામ કર્યું હતું.ત્યાર પછી તે રાજીનામુ આપી બીજી કંપનીમાં જોડાયો હતો.ત્યાર પછીના પાંચ મહિના બાદ એટલેકે સપ્ટેમ્બર માસમાં તેણે Cisco ના વિડિઓ કોન્ફરન્સિંગ સોફ્ટવેર સાથે ચેડા કરી 16 હજાર  જેટલા Webex એકાઉન્ટ્સ કામચલાઉ રીતે રદ કરી નાખ્યા હતા.જેના પરિણામે કંપનીને 2.4 મિલિયન ડોલરનું ,નુકશાન ગયું હતું.

જોકે સુધીશે પોતાની ભૂલ માટે માફી માંગી હતી.નામદાર કોર્ટએ તેને બે વર્ષની જેલ સજા ફરમાવી હતી તથા સજા પુરી થયા પછી 15 હજાર ડોલરનો દંડ ભરવાનો હુકમ કર્યો હતો.

(5:20 pm IST)