Gujarati News

Gujarati News

News of Tuesday, 15th December 2020

દિલ્હીના ડોકટરોનો દાવો

દર્દીઓમાં ફેલાઇ રહ્યું ખતરનાક 'ફંગલ'-સંક્રમણ

સર ગંગારામ હોસ્પિટલના ડોકટરોએ જણાવ્યું કે હોસ્પિટલમાં આંખ-નાક ગળાના ડોકટરોએ આ ફંગલ સંક્રમણ વિષે જણાવ્યું છે

નવી દિલ્હી, તા.૧૫: દેશની રાજધાની દિલ્હીના પ્રતિષ્ઠિત સર ગંગારામ હોસ્પિટલના ડોકટરોએ દાવો કર્યો છે કે કોવિડ ૧૯ પછી સાજા થઇ રહેલા લોકોને દુર્લભ અને જીવલેણ ફંગલ સંક્રમણ થઇ રહ્યું છે. જેના કારણે મોટાભાગના લોકોની આંખીની રોશની જતી રહી છે. હોસ્પિટલના અધિકારીઓ સોમવારે આ દાવો કર્યો હતો. તેમણે કહ્યું કે હોસ્પિટલમાં આંખ નાક ગળા (ENT) ચિકિત્સકોએ ગત ૧૫ દિવસમાં આવા ૧૩ કેસ સામે આવતા ચિંતા વ્યકત કરી છે.

ડોકટરોએ કહ્યું કે આ ચિંતાજનક સમસ્યા છે જે દુર્લભ છે પણ નવી નથી. તેમણે કહ્યું કે કોવિડ ૧૯થી ફંગલ સંક્રમણ નવી વાત નથી. હોસ્પિટલે એક નિવેદનમાં કહ્યું કે ગત ૧૫ દિવસમાં ઇએનટી ચિકિત્સકની સામે કોવિડ ૧૯ના કારણે ફંગલ સંક્રમણના શિકાર થવાના ૧૩ કેસ સામે આવ્યા છે. જેમાં ૫૦ ટકા રોગીઓની આંખોની રોશની જતી રહી છે.

ઉલ્લેખનીય છે કે કોરોના વાયરસ ધીરે ધીરે ધાતક થઇ રહ્યો છે. ખાસ કરીને રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં કોરોનાના થોડા વધુ જ કેસ સામે આવી રહ્યા છે. રવિવારે દિલ્હી કોવિડ ૧૯ ના ૧૯૮૪ કેસ સામે આવ્યા છે. જો કે સંક્રમણ ઓછું થઇને ૨.૭૪ ટકા પર આવી ગઇ છે. દિલ્હીના સ્વાસ્થ્ય વિભાગના અધિકારીઓ મુજબ રવિવારે મહામારીથી ૩૩ લોકોની મોત થવાથી મૃતકોની સંખ્યા વધીને ૧૦,૦૧૪ થઇ ગઇ છે.

દિલ્હીમાં ૩ ડિસેમ્બરથી ૭ ડિસેમ્બરની વચ્ચે સંક્રમણ દર સતત ઘટી રહ્યા હતા આ દરમિયાન ક્રમશૅં ૪.૯૬ ટકા, ૪.૭૮ ટકા, ૪.૨ ટકા, ૩.૬૮ ટકા અને ૩.૧૫ ટકા રહી છે. જો કે આઠ ડિસેમ્બરે તે ૪.૨૩ ટકા વધીને ૯ ડિસેમ્બર અને ૧૦ ડિસેમ્બરે ૨.૪૬ ટકા રહી હતી. આ પછી ૧૧ ડિસેમ્બરે આ ૩.૩૩ અને ૧૨ ડિસેમ્બરે ૨.૬૪ ટકા થઇ ગઇ હતી.

સ્વાસ્થય વિભાગે નવા બુલેટિન મુજબ ૧ દિવસ પહેલા કોવિડ ૧૯ના ૭૨,૩૩૫ નમૂનાની તપાસ કરવામાં આવી. જેમાં સંક્રમણના આ નવા કેસ સામે આવ્યા છે. તેમાં આરટી-પીસીઆર તરીકે ૩૫,૬૧૧ કેસની તપાસ થઇ છે.

(3:32 pm IST)