Gujarati News

Gujarati News

News of Tuesday, 15th December 2020

પાંચ રાજયોની ૩૦ ટકાથી વધુ મહિલાઓ ઘરેલુ હિંસાનો શિકારઃ કોરોનામાં વધ્યા કેસ

ચૌકાવનારો સર્વેઃ કર્ણાટક - બિહારમાં પતિ દ્વારા શારિરીક યૌન હિંસાના કેસ સૌથી વધુ

નવી દિલ્હી, તા.૧૫: દેશના ૨૨ રાજયો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં કરવામાં આવેલ રાષ્ટ્રીય પરીવાર સ્વાસ્થ્ય, સવ ર્ેલક્ષણ (એનએફ એચએસ) અનુસાર પાંચ રાજયોની ૩૦ ટકાથી વધારે મહિલાઓ પોતાના પતિ દ્વારા શારિરીક અને યૌન હિંસાની શિકાર બની છે. એનએફએસએસ અનુસાર, મહિલાઓ વિરૂધ્ધ ઘરેલુ હિંસા બાબતે સૌથી ખરાબ સ્થિતી કર્ણાટક, આસામ, મિઝોરમ, તેલંગણા અને બિહારમાં છે. સામાજીક કાર્યકર્તાઓ અને એનજીઓએ કોવિડ-૧૯ મહામારીને ધ્યાનમાં રાખીને આવી ઘટનાઓમાં વધારો થવાની આશંકા દર્શાવી છે.

આ સર્વેમાં દેશભરના ૬.૧ લાખ ઘરોને સામેલ કરાયા હતા. તેમાં રૂબરૂ ઇન્ટરવ્યુ દ્વારા વસ્તી, આરોગ્ય, પરિવાર નિયોજન અને પોષણ સંબંધી માપદંડો બાબતે, માહિતી એકઠી કરાઇ હતી. આ સર્વે અનુસાર, કર્ણાટકમાં ૧૮ થી ૪૯ આયુ વર્ગની લગભગ ૪૪.૪ ટકા મહિલાઓ પોતાના પતિ દ્વારા ઘરેલુ હિંસાનો સામનો કરવો પડયો છે. જયારે ૨૦૧૫ના સર્વે વખતે રાજયમાં આવી મહિલાઓનો આંકડો ૨૦.૬ ટકા હતો. તો બિહારમાં લગભગ ૪૦ ટકા મહિલાઓને તેમના પતિ દ્વારા શારીરીક અને યૌન હિંસાનો સામનો કરવો પડયો. જયારે મણીપુરમ ૩૯ ટકા, તેલંગણામાં ૩૬.૯ ટકા, આસામમાં ૩૨ ટકા અને આંધ્રપ્રદેશમાં ૩૦ ટકા મહિલાઓ ઘરેલુ હિંસાનો શિકાર બની હતી. સર્વે અનુસાર, સાત રાજયો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ગયા સર્વેની સરખામણીમાં વધારો નોંધાયો છે. તેમાં આસામ, હિમાચલપ્રદેશ, કર્ણાટક, મહારાષ્ટ્ર, સિક્કીમ, જમ્મુ-કાશ્મીર અને લદાખ સામેલ છે.

આ ઉપરાંત નવ રાજયો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ૧૮ થી ૨૯ વર્ષની છોકરીઓ અને મહિલાઓના ઉત્પીડનની ટકાવારીમાં વધારો થયો છે. તેમનું કહેવું હતંુ કે તેમણે ૧૮ વર્ષની ઉંમર સુધીમાં યૌન ઉત્પીડનનો સામનો કરવો પડયો. આમાં આસામ, કર્ણાટક, મહારાષ્ટ્ર, ગોવા, મેઘાલય, સિક્કીમ, પશ્ચિમબંગાળ, જમ્મુ  કાશ્મીર અને લદાખ સામેલ છે.

આ વર્ષે કોરોના કાળમાં ઘરેલુ હિંસાની ઘટનાઓમાં ખાસ્સો વધારો થયો છે. પોપ્યુલેશન ફાઉન્ડેશન ઓફ ઇન્ડીયાની જાહેર આરોગ્ય નિષ્ણાંત અને એકઝીકયુટીવ ડાયરેકટર પુનમ મૃતરેજાએ કહ્યું કે ઘરેલુ હિંસાને એક ચિંતાના રૂપમાં જોવી જોઇએ અને તેનો જવાબ આપવો જોઇએ. આ બાબતે ખરેખર કોઇ નક્કર કાર્ય કરવાની જરૂર છે.

(3:04 pm IST)