Gujarati News

Gujarati News

News of Tuesday, 15th December 2020

સાવધાન : લોહીમાં ઓકસીજન ઘટાડે છે ગેસ ગીઝર

બેંગ્લોર,તા. ૧૫: બાથરૂમમાં નહાતી વખતે એક નવ વર્ષની બાળકી બેભાન થઇને પડી ગઇ. તેને શ્વાસ લેવામાં તકલીફ થઇ રહી હતી. વડીલોએ બાથરૂમમાં ગેસ ગીઝર હોવાની વાત જણાવી ત્યારે ડોકટરોને આખી ઘટના સમજાઇ ગઇ. મણિપાલ હોસ્પિટલના બાળ રોગ નિષ્ણાંત ડોકટર ગુરૂરાજ બિરાદરે જણાવ્યું કે બાળકી ના લોહીમાં ઓકસીજન લેવલ ચાર ટકા પહોંચી ગયું હતું. ૯૩ ટકા લેવલ અથવા તેનાથી વધારે લેવલને નોર્મલ માનવામાં આવે છે. તપાસમાં બાળકીના લોહીમાં કાર્બન મોનોકસાઇડની માત્રા ઘણી વધારે જોવા મળી.

તેને ૪૮ કલાક વેન્ટીલેટર પર રાખ્યા પછી તેના આરોગ્યમાં સુધારાના સંકેત જોવા મળ્યા. ડોકટરો અનુસાર, ગેસ ગીઝરમાંથી નીકળતા ઝેરી ગેસ બેહોશ કરી દે છે. જે જીવલેણ પણ સાબિત થઇ શકે છે. ગેસ ગીઝરના ઉપયોગ માટે હજુ સુધી કોઇ દિશા-નિર્દેશો નથી બહાર પડાયા.

સરકારે દિશા-નિર્દેશો તૈયાર કરીને માપદંડો નક્કી કરવા જોઇએ. જેથી લોકો જાણી શકે કે તેના સુરક્ષિત ઉપયોગ કેવી રીતે કરી શકાય. એલપીજીમાં મ્યુટેન અને પ્રોપેન ગેસ હોય છે. જે બળ્યા પછી કાર્બન મોનોકસાઇડ પેદા કરે છે. નાની જગ્યામાં જ્યારે ગેસ ગીઝર ચાલે તો ત્યાં કાર્બન મોનોકસાઇડની માત્રા વધવા લાગે છે અને ઓકસીજન ઘટવા લાગે છે.

(3:03 pm IST)