Gujarati News

Gujarati News

News of Tuesday, 15th December 2020

ટીએમસી નેતા શુભેન્દુ અધિકારીને 'ઝેડ' શ્રેણીની સુરક્ષા અપાઇ

કોલકત્તાઃ પશ્ચિમ બંગાળમાં આવતા વર્ષે યોજાનાર ધારાસભા ચૂંટણી પહેલા રાજકીય હલચલ વધવા લાગી છે. સૌથી વધુ ચર્ચા ટીએમસી નેતા શુભેન્દુ અધિકારીની થઇ રહી છે. તેઓ મમતા સરકાર વિરૂધ્ધ બગાવતી સૂર ઉઠાવી ચૂકયા છે. તેમણે મંત્રીપદેથી પણ રાજીનામુ આપેલ. હવે તેઓ ધારાસભ્ય પદેથી પણ રાજીનામું આપશે તેવી ચર્ચા છે.દરમિયાન ગૃહ ખાતાના સૂત્રોના જણાવ્યા મુજબ શુભેન્દુને ઝેડ કેટેગરીની સુરક્ષા આપી છે. આઇબીના રીપોર્ટ અને થ્રેટ પરસેપ્શનના આધારે ગૃહ ખાતાએ આ સુરક્ષા આપી છે. શુભેન્દુ પોતાના વિસ્તારની સાથે પાર્ટી સંગઠન ઉપર પણ પકડ ધરાવે છે.

(3:01 pm IST)