Gujarati News

Gujarati News

News of Tuesday, 15th December 2020

અનોખી પરંપરા : વધુને તેડી ચાર ફેરા લે છે વર !!

કન્યા ઘોડી ઉપર બેસી વરને ત્યાં જાય છે

જાલોર : ભારતીય સંસ્કૃતિમાં પરંપરા અને રીતિ-રિવાજોનું ખાસ મહત્વ છે, જીવનમાં નાના-મોટા ઉત્સવો ઉજવવા કેટલાક રિવાજો બનાવાયા છે અને લગ્ન જીવનનો સૌથી મોટો ઉત્સવ બનતો હોય છે. જેની સાથે જોડાયેલી રસમો ખાસ અને રોચક હોય છે.

વિવાહ અને પાણીગ્રહણ સંસ્કાર ગૃહસ્થ જીવનના સૌથી પ્રમુખ અંશ છે. આ સંદર્ભે શ્રીમાળી બ્રાહ્મણ સમાજમાં લગ્નમાં રીત-રિવાજો નિરાળા હોય છે. પંચ દ્રવિડ બ્રાહ્મણોથી પોતાની ઓળખ ધરાવનાર શ્રીમાળી બ્રાહ્મણો બધા વિવાહ કાર્ય કોકીલ મત પધ્ધતિ અનુસાર કરે છે.

સામૈયુ, સગાઇ, જાન વગેરે પરંપરાનું વધુ પક્ષ દ્વારા કરવામાં આવે છે. કન્યા પક્ષ અને વર પક્ષના બધા લોકો મિલન કરે છે અને જાનનું સ્વાગતથી કાર્યની શરૂઆત થઇ દુલ્હન ઘોડીએ બેસી વર પક્ષને ત્યાં જવાનો રિવાજ છે.

ઉપરાંત અષ્ટમંગલ શ્રીમળી બ્રાહ્મણોમાં ૮ ફેરા લેવામાં આવે છે. જેમાં ૪ સામાન્ય રીતે જયારે બાકીના ૪ માંૈ વર વધુને તેડીને ફેરા કરવાની અનોખો રિવાજ નિભાવે છે.

(2:57 pm IST)