Gujarati News

Gujarati News

News of Tuesday, 15th December 2020

અયોધ્યા રામ મંદિર નિર્માણ માટે દેશભરમાંથી દાન એકઠું કરાશે : સંક્રાંતિથી પ્રારંભ

આરએસએસની યોજના : દેશના ૧૧ કરોડ હિન્દુ પરિવારોનો સંપર્ક કરાશે

અયોધ્યા,તા. ૧૫: રાષ્ટ્રીય સ્વંય સેવક સંઘે રામ મંદિર નિર્માણ માટે એક ખાસ યોજના બનાવી છે. જે મુજબ નિર્માણમાં દરેક હિન્દુ સમાજના દરેક વ્યકિત અને પરિવારની ભાગીદારીને નિશ્ચિત કરાશે. સાથે જ દરેક પરિવારને ભાગીદારીનો અનુભવ પણ કરાવશે.

આ માટે ૧૫ જનન્યુઆરીથી એક અભિયાન શરૂ કરાશે. કેન્દ્રીય સહમંત્રી હરિશંકરજીના જણાવ્યા મુજબ ભવ્ય મંદિર નિર્માણ માટે દેશના લગભગ ૧૧ કરોડ હિન્દુ પરિવારોથી સંપર્કની યોજના બનાવી છે. મકરસંક્રાંતીથી શરૂ થઇને ૨૭ ફેબ્રુઆરી સુધીમાં દેશમાં આ અભિયાન ચલાવાશે. દરેક વ્યકિત ફાળો આપી શકે તે માટે ૧૦ રૂ.ના કુપન રખાશે. ઉપરાંત વધુ દાન આપનારને રસીદ અપાશે.

શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના મહામંત્રી ચંપત રાયે જણાવેલ કે, રામનગરીમાં બનનાર રામલલાનું ભવ્ય મંદિર માટે ટ્રસ્ટ સરકારી રકમનો ઉપયોગ નહીં કરે, પણ તે માટે પ્રભુ રામના ભકતો પાસે આર્થીક સહયોગ લેવાશે. કરોડો રામ  ભકતોના સ્વૈચ્છીક સહયોગથી જ મંદિર નિર્માણ કરાશે.

ટ્રસ્ટ દ્વારા દાતાઓને સરળતા માટે પીએનબી અને બીઓબીમાં ખાતાની માહિતી અપાય છે. ઉપરાંત અત્યાર સુધી દાતાઓ ટ્રસ્ટના સ્ટેટ બેન્કના ખાતામાં જ રકમ જમા કરાવતા હતા. હવે ઉપરોકત અન્ય બે બેંકોમાં પણ ખાતા ખોલાયા છે. જેની માહિતી પણ સાર્વજનીક કરાઇ છે. ટ્રસ્ટ સભ્ય ડો.અનિલકુમારે જણાવેલ કે દાતાઓ સ્વેચ્છાએ આ ખાતાઓમાં દાન જમા કરાવી શકે છે.

ટ્રસ્ટ અને મંદિર નિર્માણ સમિતિએ નિર્માણને લઇને એક વધુ અધિસુચના જાહેર કરતા નવા ૮ સભ્યોની વિશેષજ્ઞ સમિતિનું ગઠન કરેલ. આ સમિતીમાં દેશના ટોપ એન્જીનીયરોને રખાયા છે. આ સમિતિ મંદિશ નિર્માણ લઇન આજે પોતાનો રિપોર્ટ સોંપશે. આ સમિતિનો ઉદેશ્ય વિભિન્ન ભુ-ટેકનીકના સુજાવોનું ધ્યાનમાં રાખી ઉચ્ચતમ ગુણવતા અને દીર્ધાયુ સાથે મંદિર નિર્માણ કરવાનો છે.

અયોધ્યામાં સુપ્રીમ કોર્ટના નિર્દેશ ઉપર મળેલ પાંચ એકર જમીન ઉપર બનનાર ધન્નીપુર મસ્જીદ અત્યાધુનિક ઇકો ફેન્ડલી બીલ્ડીંગના રૂપે નજર આવશે. આ ઇમારત ફુટબોલ જેવી ગોળ હશે. જેને ઝીરો એનર્જી બીલ્ડીંગના રૂપે બનાવાશે. એટલે બીલ્ડીંગને જરૂર પુરતી વીજળી અહીં જ ઉત્પન્ન કરાશે. જેના માટે છત ઉપર સોલાર પેનલ લગાવાશે. ઉપરાંત બહારના ભાગે વિશ્વભરમાંથી વૃક્ષો લાવી હરિયાળુ બનાવાશે. ઉપરાંત આ જગ્યામાં મસ્જીદ, સુપર સ્પેશ્યાલીટી હોસ્પિટલ, લાઇબ્રેરી, કમ્યુનિટીકીશન, મ્યુઝીયમ અને રિસર્ચ સેન્ટર વગેરેના નિર્માણ માટે ઇન્ડો ઇસ્લામ કલ્ચરલ ફાઉન્ડેશન બનાવાયું છે. મસ્જીદને અત્યાધુનિક સ્વરૂપમાં બનાવાશે.

(2:57 pm IST)