Gujarati News

Gujarati News

News of Tuesday, 15th December 2020

ભારત વિશ્વનું સૌથી મોટા નેટ યૂઝર્સમાં બીજા ક્રમનું બજાર

એપ બેઝ એક્ટિવિટી અને અન્ય બાબતો પર અભ્યાસ : વિશ્વમાં ૪.૫ અબજ લોકો ઈન્ટરનેટનો ઉપયોગ કરે છે, ભારતમાં ૫૬૦૦ લાખ ઇન્ટરનેટ યૂઝર્સ હોવાનો અંદાજ

નવી દિલ્હી, તા. ૧૪ : આજે સમગ્ર વિશ્વ વર્ચ્યુઅલ કનેક્શન તરફ આગળ વધી રહ્યું છે ત્યારે નજર કરીએ દુનિયામાં ઈન્ટરનેટની સ્થિતિ, મોબાઈલ દ્વારા થતાં સર્ફિગ, એપ બેઝ એક્ટિવિટી અને અન્ય બાબતો ઉપર એક અભ્યાસ પ્રમાણએ વિશ્વમાં . અબજ લોકો ઈન્ટરનેટનો ઉપયોગ કરે છે!

ઇન્ટરનેટ યૂઝર્સના આંકડા મુજબ વિશ્વમાં . અબજની વસતી છે. દક્ષિણ કોરિયાના લોકોને સૌથી વધુ ૫૨. એમબીપીએસ મોબાઇલ ઇન્ટરનેટ સ્પીડ મળે છે. ૫૬૦૦ લાખ ઇન્ટરનેટ યૂઝર્સ સાથે ભારત વિશ્વમાં સૌથી મોટું બીજા ક્રમનું માર્કેટ. દુનિયામાં સૌથી વધુ ઇન્ટરનેટ યૂઝર્સ એશિયામાં છે. એશિયાની કુલ વસ્તીના ૫૦. ટકા લોકો ઇન્ટરનેટ એક્સેસ કરી શકે. જાહેરાતના ટ્રેન્ડ મુજબ ઓનલાઇન જાહેરખબરનું સૌથી લોકપ્રિયરૂપ સોશિયલ મીડિયા એડ છે, બાદ ડિસ્પ્લે એડ્સ અને પેઇડ સર્ચ માર્કેટિંગ આવે. ગૂગલ સર્ચ એડ્સ ઉપર ખર્ચાતો દરેક ડોલર પર તેને ડોલરનો નફો થાય. ૨૦૨૦માં જો તેઓ કાઉન્ટર એડ બ્લોકિંગ માટેનાં પગલાં નહીં ભરે તો અંદાજે ૭૮ અબજ ડોલરનો બિઝનેસ ગુમાવશે.

.૧૮ અબજ યૂઝર્સ મોબાઇલ પર ઇન્ટરનેટનો ઉપયોગ કરનારા, સમગ્ર વિશ્વના વિવિધ વર્ચ્યુઅલ માધ્યમોના એપ સ્ટોરમાંથી ગૂગલ પ્લે સ્ટોર પાસે સૌથી વધુ ૨૫,૭૦,૦૦૦ એપ સંગ્રહ, યૂઝર્સ મોબાઇલ ઉપરનો ૯૦ ટકા સમય મોબાઇલ એપ પર પસાર કરે, ઇન્ટરનેટ પર સૌ પહેલું ડોમેઇન સિમ્બોલિક્સ.કોમ નોંધાયું હતું. તે ૧૯૮૫માં રજિસ્ટર્ડ થયું. હાલમાં કુલ ૩૬૨૩ લાખ ડોમેઇન નામ રજિસ્ટર્ડ થયાં. સૌથી વધુ ડોમેઇન ચીનના રજિસ્ટર્ડ થયાં આઈ.કોમવાળા કુલ ૧૪૫૪ ડોમેઇન છે, જેને કારણે તે સૌથી લોકપ્રિય અને ટોચનું ડોમેઇન બન્યું છે. તમામ સર્ચ એન્જિનમાંથી ૯૨.૦૭ ટકા એક્ટિવિટી ગૂગલ સર્ચ પર થાય, દર સેકન્ડે ગૂગલ પર ૪૦,૦૦૦થી વધુ સર્ચ ક્વેરી હોય, તમામ વેબ ટ્રાફિકનો લગભગ ૯૩ ટકા ટ્રાફિક સર્ચ એન્જિનમાંથી થાય, ૨૦૨૦ના અંત સુધીમાં તમામ વેબ સર્ચમાંથી ૫૦ ટકા સર્ચ વોઇસ બેઇઝડ હશે, લગભગ .૦૫ અબજ લોકો ઓનલાઇન ખરીદી કરે, વૈશ્વિક સ્તરે ૪૭ ટકા રિટેલ વેચાણ ઓનલાઇન થાય છે. . અબજથી વધુ યૂઝર્સ પાસે એક્ટિવ સોશિયલ મીડિયા એકાઉન્ટ. લોકો .૨૪ કલાક તેના પર પસાર કરે છે. દર ૩૯ સેકન્ડે હેકર હુમલો થાય છે, ૨૦૧૮માં વિશ્વભરમાં સાઇબર ક્રાઇમથી ટ્રિલિયન ડોલરનું નુકસાન થાય છે.

(12:00 am IST)