Gujarati News

Gujarati News

News of Friday, 15th November 2019

રાહુલ ગાંધીને વધુ એક ઝટકો: આયકર ટ્રિબ્યૂનલે યંગ ઇન્ડિયાને ચેરિટેબલ ટ્રસ્ટ બનાવવાની અરજી ફગાવી

રાહુલ ગાંધી વિરુદ્ધ 100 કરોડનો આયકર કેસ ફરી ખુલશે

 

નવી દિલ્હી : આયકર ટ્રિબ્યૂનલે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીને ઝટકો આપ્યો છે. ટ્રિબ્યૂનલે રાહુલ ગાંધીની યંગ ઇન્ડિયાને ચેરિટેબલ ટ્રસ્ટ બનાવવાની અરજી ફગાવી છે. રાહુલ ગાંધીએ યંગ ઇન્ડિયાને ચેરિટેબલ ટ્રસ્ટ બનાવવાની અરજી દાખલ કરી હતી. ટ્રિબ્યૂનલે પોતાના આદેશમાં કહ્યું કે એક વાણિજ્યિક સંગઠન છે. તેને અર્થ થાય છે કે રાહુલ ગાંધી વિરુદ્ધ 100 કરોડનો આયકર કેસ ફરી ખુલશે

ટ્રિબ્યૂનલે કહ્યું છે કે ટ્રસ્ટ તરફથી એવુ કોઇપણ કામ કરવામાં આવ્યું નથી કે જે ચેરિટેબલની શ્રેણીમાં આવતું હોય. કેમકે એજેએલને અધિગ્રહણ કરવાનો હેતુ પૂર્ણ નથી કરાયો. એજેએલને વરિષ્ઠ કોંગ્રેસ નેતા નિયંત્રિત કરે છે. જેમા ગાંધી પરિવાર પણ સામેલ છે. સમૂહ નેશનલ હેરાલ્ડ સમાચાર ચલાવે છે.

વર્ષે ઓગસ્ટ મહીનામાં પ્રવર્તન નિદેશાલય (ઇડી) એજેએલ, વરિષ્ઠ કોંગ્રેસ નેતા મોતીલાલ વોરા અને હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર સિંહ હુડ્ડા વિરુદ્ધ મની લોન્ડ્રિંગ મામલાની તપાસમાં આરોપપત્ર દાખલ કર્યું હતું.

(10:51 pm IST)