Gujarati News

Gujarati News

News of Friday, 15th November 2019

આજે સંકષ્ટી ચતુર્થીઃ ભગવાન ગણેશની આરાધનાનો વિશેષ દિવસ મનાય છે

નવી દિલ્હી :હિન્દુ પંચાગ અનુસાર, દરેક મહિનામાં બે ચતુર્થી તિથિ હોય છે. પૂર્ણિમા બાદ એટલે કે કૃષ્ણ પક્ષમાં આવનારી ચતુર્થીને સંકષ્ટી ચતુર્થી કહેવાય છે. માન્યતા છે કે, સંકષ્ટી ચતુર્થી પર ભગવાન ગણેની પૂજા કરવાથી વ્યક્તિની તમામ ઈચ્છાઓ પૂરી થાય છે અને તેના તમામ કષ્ટ દૂર થાય છે. સંકષ્ટી ચતુર્થીને ભગવાન ગણેશની આરાધનાનો વિશેષ દિવસ માનવામાં આવે છે. તેથી આ દિવસે પૂજા કરનાર વ્યક્તિને પણ વિશેષ વરદાન પ્રાપ્ત થાય છે. આ વખતે સંકષ્ટી ચતુર્થી આજે 15 નવેમ્બરે છે. તો આજે તમે કેવી રીતે પૂજા વિધિ કરશો તે રીત જાણી લો.

સંકષ્ટી ચતુર્થી પર ભગવાન ગણેશની પૂજા

સંકષ્ટી ચતુર્થી પર વ્રત રાખનારી વ્યક્તિએ આ દિવસ સૂર્યોદય પહેલા ઉઠીને સ્નાન વગેરે કામ પૂરા કરી લેવા જોઈએ. તેના બાદ વિધિ-વિધાનથી ભગવાન ગણેશની પૂજા કરો. જેમાં ગણપતિને ઉપર ધૂપ-દીપ, પુષ્પ, દુર્વા અને શક્ય હોય તો મીઠાઈ અર્પણ કરો. તેઓને મોદકનો પણ ભોગ લગાવો.

આ મંત્રનો જાપ કરવાથી થશે ફાયદો

गजाननं भूत गणादि सेवितं, कपित्थ जम्बू फल चारू भक्षणम्.

उमासुतं शोक विनाशकारकम्, नमामि विघ्नेश्वर पाद पंकजम्.

પૂજા વિધિ

સંકષ્ટી ચતુર્થી પર દિવસભર ફળાહાર કરીને વ્રતના નિયમોનું નિષ્ઠાથી પાલન કરો. સાંજની પૂજા દરમિયાન પ્રાસદ તરીકે ફૂલ, જળ, ચંદન, દીપ-ધૂપ, કેળા કે સીઝનલ ફળ, તલ અને ગોળના લાડુ, નારિયેળ વગેરે મૂકો. પૂજા દરમિયાન દુર્ગા માતાની મૂર્તિ પણ રાખો. કારણ કે, ગણપતિ પૂજા દરમિયાન માતાની મૂર્તિ રાખવી શુભ માનવામાં આવે છે. ગણેશજીની આરતી બાદ ભગવાન શિવની આરતી કરવી જોઈએ. પૂજાના સમયે સૌથી પહેલા ગણેશજીને ચંદનની ટીકો લગાવો. તેના બાદ ધૂપ-દીપથી આરતી કરવી જોઈએ. ત્યાર બાદ લાડુઓનો ભોગ ધરાવીને પરિવારના સભ્યોમાં પ્રસાદ વહેંચો.

(4:56 pm IST)