Gujarati News

Gujarati News

News of Friday, 15th November 2019

૭માં પગાર પંચ મામલે મોદી સરકાર ટૂંક સમયમાં કરી શકે છે મોટી જાહેરાત

નવી દિલ્હી, તા. ૧પ : ૭માં પગાર પંચ મામલે કરાયેલી ભલામણોને ધ્યાને લેતાં મોદી સરકાર ટૂંક સમયમાં મોટી જાહેરાત કરી શકે છે. સુત્રોના જણાવ્યા અનુસાર સરકાર કર્મચારીઓને લદ્યુત્ત્।મ વેતન વધારવાની જાહેરાત કરી શકે એમ છે. જે અંગે આ મહિનાના અંત સુધીમાં કોઇ નિર્ણય લેવાઇ શકે છે.

જોકે કેન્દ્રએ પહેલા જ પોતાના કર્મચારીઓને લદ્યુત્ત્।મ વેતન ૧૮૦૦૦ રૂપિયા સુધી કર્યું છે પરંતુ એને વધારીને ૨૬૦૦૦ કરવાની સરકારને ભલામણ કરવામાં આવી છે.

ફિટમેન્ટ ફેકટર વધવાથી લદ્યુત્ત્।મ વેતનમાં પણ વધારો થશે. સરકાર કર્મચારીઓને ફિટમેન્ટ ફેકટર ૨.૫૭ ટકાથી વધારીને ૩.૬૮ ટકા કરી શકે છે. જો એવું થાય છે કે કર્મચારીઓને લદ્યુત્ત્।મ પગારમાં ૮ હજાર રૂપિયાનો વધારો થઇ શકે છે.

(3:32 pm IST)