Gujarati News

Gujarati News

News of Friday, 15th November 2019

વાયદા બજારમાં સોનાં-ચાંદીના ભાવમાં કડાકો : ફેબ્રુઆરીનો વાયદો 38,025 રૂપિયા બોલાયો

વાયદામાં સોનામાં 0,62 ટકા અને ચાંદીમાં 0,73 ટકાનું ગાબડું

અમદાવાદ : સોના ચાંદીનાં વાયદા ભાવમાં શુક્રવારે ઘટાડો જોવા મળ્યો હતો. શુક્રવારે સવારે લગભગ 11 વાગે MCX એક્સચેન્જ પર પાંચ ડીસેમ્બર 2019 માટે સોનાનો વાયદા ભાવ 38045 રૂપિયા પ્રતિ દસ ગ્રામ માટે હતો. આ સિવાય ફેબ્રુઆરી માટે સોનાની વાયદા કિમતમાં ઘટાડો થયો છે. પાંચ ફેબ્રુઆરી 2020નાં સોનાનાં વાયદા ભાવમાં 0.62 ટકાના ઘટાડા સાથે 38,025 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર ટ્રેન્ડ કરી રહ્યો હતો.

   આ ઘટાડો માત્ર સોનામાં જ નહિ ચાંદીમાં પણ જોવા મળ્યો છે. શુક્રવારે ચાંદીની વાયદા કિંમતમાં ભારે ઘટાડો જોવા મળ્યો. MCX એક્સચેન્જ પર પાંચ ડીસેમ્બર માટે ચાંદીની કિંમતમાં 0.73 ટકા એટલે કે 326 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે. પાંચ ડીસેમ્બર માટે ચાંદીની વાયદા કિંમત 44,397 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર નોંધાઈ હતી.

(1:38 pm IST)